મુખ્યમંત્રીની જાહેરાત બાદ મનપાની ત્વરીત કાર્યવાહી: કાલથી હેલ્થ કાર્ડનો કેમ્પ થશે!!

કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મનપા દ્વારા શહેરના ૪૫૦૦ થીવધુ સુપર સ્પ્રેડરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. અત્યાર સુધી સરકારી હોસ્૫િટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલમા કરવામાં આવતું હતું. હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવનાર છે. જેમાં શાકભાજીના વેપારીઓ, વાળંદ, કરિયાણાના વેપારીઓ, કડિયા કામ કરતા મજુરો, ટીપરવાન ચાલકો આ તમામને આવરી લેવામાં આવશે. ઉપરાંત આ તમામના હેલ્થ કાર્ડ બે મહિના માટે ઇસ્યુ કરવામાં આવશે. જે લોકો પાસે તે કાર્ડ હશે તે જ લોકો વેપાર ધંધો કરી શકશે.

રાજય સરકાર દ્વારા બે હજાર એન્ટીજન્ય કીપ ફાળવેલ છે. અગાઉ પણ રાજકોટ ગ્રામ્યને એક હજાર એન્ટીજન્ય કીટ ફાળવવામાં આવી હતી. ર૦ દિવસમાં આ તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. જે લોકોને શરદી-તાવ, ઉઘરસ સહિતના લક્ષણો દેખાશે તેમના સેમ્પલ લઇ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જયાં સુધી તેમનો રીપોર્ટ આવે ત્યાં સુધી તેઓએ કવોરોન્ટાઇન રહેવાનું રહેશે.

એન્ટીજન્ય કીટની કામગીરી આશા બહેનો ન કરી શકતી હોવાથી ર૦ જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. સુપર સ્પ્રેડરોમાં એન્ટીજન્ય કીટ દ્વારા મોઢાના લાળના નમુના લેવાશે. જુની નવી માર્કેટીંગ યાર્ડ, જયુબેલી, લાખાજીરાજ માર્કેટ, હનુમાનમઢી સહિતના તમામ હોકર્સ ઝોન, રૈયા ચોકડી, મોરબી રોડ, આનંદ બંગલા ચોક જયા મજુર બજાર ભરાય તેવા વિસ્તાર ઉપરાંત જયાં વધુ સુપર સ્પ્રેડરો રહે છે તેવા વિસ્તારોમાં જેમ કે કીટીપરા છોટુનગર ‚ખડીયા કોલોની અને જયુબેલી વિસ્તારને આવરી લેવામાં આવશે. તમામ ધંધાર્થીઓને હેલ્થ કાર્ડ નહી મળેલ હોય તેઓ હેલ્પલાઇનની મદદ લઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.