રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા કાલે સવારે ૦૯:૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે સપ્તરંગી-૨૦૧૯ કાર્યક્રમ યોજાશે. તથા ધોરણ-૧૦ તેમજ ધોરણ-૧૨ના શાળા કક્ષાએ પ્રથમ ત્રણ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવશે. જેનું દીપપ્રાગટ્ય પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા એક જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલ, જીનીયસ સ્કુલ સંચાલક ડી. વિ. મહેતા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં થીમ બેઇઝ દેશભક્તિ પર ડાન્સ, શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત રાસ, શ્રી એકનાથ રાનડે વિધાલય ખાતે સ્વેગ સે કરે સબકા સ્વાગત ફ્યુઝન ડાન્સ, શ્રી વીર સાવરકર વિધાલય ખાતે ઢોલીડો પ્રાચીન રાસ, શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે જનની ને જોડ, માતૃપ્રેમ દર્શાવતો રાસ : સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાજસ્થાની ઘુમ્મર રાસ : મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિધાલય (પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્રારા) ખાતે વાગ્યો ઢોલ રા, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિધાલય ખાતે બોલે ચૂડિયા ડાન્સ, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિધાલય ખાતે કાના સોજા જરા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વંદેમાતરમ્ પર પિરામિડ રચના : શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ ખાતે યોજાશે.