વાસી ચટ્ટણી, વાસી બાફેલી દાણ, બાંધેલો લોટ અને બાફેલા બટેટા સહિત 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના રેલનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે કોપર ગ્રીન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા શિવમ સાઉથ ઇન્ડિયન નામની પેઢીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 19 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક ક્ધડીશન જાળવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
શિવમ સાઉથ ઇન્ડિયનમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલી 3 કિલો વાસી ચટ્ટણી, 8 કિલો વાસી બાફેલા બટેટા, 6 કિલો બાંધેલો લોટ અને 2 કિલો વાસી બાફેલી દાણનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ દ્વારા જૂના મોરબી રોડ પર અલગ-અલગ 20 પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઠંડા-પીણા, દૂધ, મસાલા સહિત કુલ 20 ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા હતા અને 6 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે વાવડી મેઇન રોડ પર 30 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 21 નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. 8 પેઢીને લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.