- રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્રની કાર્યવાહી
- મ્યુ.કમિશનર ડી.એન.મોદીની સૂચના બાદ વિવિધ વિસ્તારમાં આઠ ટીમો દ્વારા કડક ચેકીંગ હાથ ધરાયું
રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજ્ય સરકાર એલર્ટ બની છે, અને તમામ ગેમ ઝોન, હોટલ રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા પછી હોટલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન 20 જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સ ,ફાયર એન ઓ સી નો અભાવ હોવાના કારણે સીલ કરવામાં આવી છે. જેથી હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે નાશભાગ થઈ છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી ની સૂચનાથી સીટી ઇજનેર ભાવેશ જાની ના માર્ગદર્શનહેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાંટે બનાવેલી આઠ ટુકડીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને રણજીત સાગર રોડ પર આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના મંજૂરીના દસ્તાવેજો જોવા મળ્યા ન હતા, અને કોઈ પણ પ્રકાર ની લાયસન્સ ની પ્રક્રિયા કર્યા
વગર રેસ્ટોરન્ટ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેનો રિપોર્ટ મ્યુનિ. કમિશનર પાસે કરાયા પછી સવારથી તમામ સામે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગના એન આર દીક્ષિત., સુનિલ ભાનુશાલી, અણવર ગજણ તથા અન્ય વિભાગની ટીમ સર્વ પ્રથમ રણજીત સાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું અને ફાયરનું એનઓસી નહી હોવાનું ધ્યાનમાં આવતાં તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી તેમના સંચાલકોમાં નાસભાગ મચીગઈ હતી.
રણજીતસાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી અન્ય 19 જેટલી હોટલ રેસ્ટોરન્ટ ધાબા કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા નહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને તે તમામ સ્થળે સીલિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આજે જયા સિલીંગ કાર્યવાહી કરવામાં આવી છે તેમ બેઠક રેસ્ટોરન્ટ, આર્ય ફુડ પાર્સલ, રાધે રાધે રેસ્ટોરન્ટ, ઢોસા હાઉસ ( મારું કંસારા વાડી સામે ) ઢોસા ડોટ કોમ, ઢોસા કિંગ, ૠ ઉં 5 ઢોસા, ખોડિયાર હોટેલ, રેસ્ટોરન્ટ, સપના ગાર્ડન રેસ્ટોરન્ટ, વિજયરાજ હોટેલ, વૃંદાવન રેસ્ટોરન્ટ, હાઇવે -10, યેલો પેપર, સુપર ફેમિલી રેસ્ટોરન્ટ, માલધારી હોટેલ ( ઠેબા ચોકડી), ધાબાએ જામનગરી, સનાતન રેસ્ટોરન્ટ, દ્વારકાધીશ હોટેલ (ઠેબા ચોકડી થી લાલપુર બાયપાસ ), ઓમ શાંતિ હોટેલ, અને જલસા ગાર્ડન રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે.