રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રાંતિવિર ખુદીરામ બોઝ અને લોકમાન્ય તિલક ટાઉનશીપ, રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. જેમાં તા.26 મેંના રોજ ક્રાંતિવિર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા અ-34, ઉ-52, ઊ-52, ઊ-61 તેમજ ઊ-63 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસ આપવામાં આવેલ હતી.
લોકમાન્ય તિલક ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા ઉ-72, ઊ-13, ઊ-14, ઊ-24, ઊ-44, ઊ-51, ઊ-52, ઊ-54, ઊ-63, ઊ-73 તેમજ ઊ-74 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસ આપવામાં આવેલ હતી.
જેથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્વયે નાયબ કમિશનર એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ તા.14 જૂનના રોજ આવાસોમાં આવાસ યોજનાની ટીમ દ્વારા વિજીલન્સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવેલ છે.