- શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા વ્યાપક ચેકીંગ: મેંગો જ્યુસ, મિલ્ક શેક, ફ્રૂટ્સ ડ્રિંક્સ અને કેરીના રસના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મેંગો જ્યુસ, મેંગો મિલ્ક શેક, મેંગો ફ્રૂટ્સ ડ્રિંક્સ અને કેરીના રસના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 150 ફૂટ રીંગ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાત ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી અને 18 નમૂનાનો સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. પંચવટી મેઇન રોડ પર શિવસાગર જ્યુસ પાર્લરમાંથી લૂઝ મેંગો જ્યુસ, અમિન માર્ગ પર મહેશ વિજય ડેરી ફાર્મ, પટેલ આઇસ્ક્રીમ, પારેવડી ચોકમાં જય દ્વારકાધીશ રસ, કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટી કોર્નર પર આવેલા પાર્લરમાંથી, સરદાર પટેલ નગર મેઇન રોડ પર જય બજરંગ જ્યુસ સેન્ટર, દીન દયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રી ગોકુલ રસ ભંડારમાંથી લૂઝ મેંગો મિલ્ક શેકના નમૂના લેવામાં આવ્યા હતા. કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટી કોર્નર પર ભોલેનાથ રસ સેન્ટર, જય બજરંગ જ્યુશ સેન્ટરમાંથી લૂઝ કેરીના રસના નમૂના લેવાયા છે. ગોંડલ રોડ પર ડી-માર્ટમાંથી ફ્રૂટી મેંગો ડ્રિંક્સ, સ્લાઇસ રેડીટુ સવ ફ્રૂટ બેવરજીસ, રીયલ મેંગો ફ્રૂટ્સ ડ્રિંક્સ, મેંગો મેરી ડિલીસીયસ મેંગો ફ્રૂટ્સ ડ્રિંક્સ, રીયલ ફ્રૂટ્સ પાવર મેંગો ફ્રૂટ્સ ડ્રિંક્સના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.