ડેરી ફાર્મ અને ફરસાણના 24 વેપારીઓને ત્યાંથી મીઠાઇ અને ફરસાણના નમૂના લેવાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર મુંજકા પાસે ગીર ગામઠી-કાઠીયાવાડી ઝાયકામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બેફામ ગંદકી જોવા મળતા નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ 24 ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ચેકીંગ દરમિયાન નમૂના લેવામાં આવ્યા હતા. ગીર ગામઠી-કાઠીયાવાડી ઝાયકામાં ચેકીંગ દરમિયાન ટેબલ ફ્લોરિંગ પર ગંદકી જોવા મળી હતી. કીચન, ચોકડી, ડાયનીંગ એરિયામાં આરોગ્યની દ્રષ્ટિએ જોખમી એવા ધૂળ અને ચીકાશ જોવા મળી હતી અને બિન જરૂરી ન્યૂસન્સ સામાન પણ દેખાયો હતો.

IMG 20221022 WA0007

IMG 20221022 WA0006

IMG 20221022 WA0004

કર્મચારીઓના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવતા ન હતા અને ડિપ્લે પર નિયમ મુજબ વેજીટેરિયન સિમ્બોલ દર્શાવવામાં આવ્યો ન હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી હતી. સાથોસાથ કીચન વેસ્ટના નિકાલ માટે ક્રસરનો ઉ5યોગ માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ સ્થળે ચેકીંગ દરમિયાન જય વરૂડી ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર, જય ખોડીયાર સ્વીટમાંથી પીસ્તા બરફી, ન્યૂ ભારત સ્વીટ્સમાંથી લૂઝ ચવાણું, રામદૂત ડેરીમાંથી ડ્રાયફ્રૂટ ઘારી, જય સીતારામ ડેરીમાંથી અંજીર સેન્ડવીચ, શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાંથી રાજકમલ મીઠાઇ, અક્ષરરાજ ડેરીમાંથી રસગુલ્લા, જનતા સ્વીટ્સમાંથી મલાઇ બરફી, જય જલારામ સ્વીટ્સમાંથી લૂઝ ચવાણું, ધારેશ્ર્વર ડેરીમાંથી સ્પેશિયલ બરફી, ધારેશ્ર્વર ફરસાણમાંથી શક્કરપારા, મહેશ ડેરીમાંથી રાજભોગ બરફી, શ્રી હરિકૃષ્ણ ફરસાણમાંથી પાપડી-ગાંઠીયા, શક્તિ વિજય ફરસાણમાંથી તીખા શક્કરપારા, ઉમિયાજી ફરસાણમાંથી મસાલા સેવ, બાલાજી ફરસાણમાંથી ચંપાકલી ગાંઠીયા, ક્રિષ્ના સ્વીટ્સમાંથી તીખા ગાંઠીયા, જય સીયારામ ફરસાણમાંથી દાલમુઠ, મહાવીર નમકીનમાંથી ચક્રી ફરસાણ, વરીયા ફરસાણમાંથી ભાવનગરી ગાંઠીયા, ગોપાલ ફરસાણમાંથી સેવ, જોકર ગાંઠીયામાંથી તીખા ગાંઠીયા, ભાગ્યોદય ફરસાણમાંથી પૌવાનો ચેવડી, બલરામ ડેરીમાંથી કાજુ કત્રીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.