બરફ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાણીનો બેક્ટેરિઓલોજીકલ ચેકીંગ કરાશે
ઉનાળાની સિઝનમાં બરફનો ઉપયોગ બહુ મોટા પ્રમાણમાં થતો હોય છે.
બરફ બનાવવા માટે આઇસ ફેક્ટરીઓ દ્વારા કેવા પ્રકારના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેની ચકાસણી માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા બરફના 6 કારખાનાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પાણીના નમૂના લઇ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ચાર ફેક્ટરીઓને હાઇજેનીંક કંડીશન જાળવવા તથા પાણીના દૈનિક રિપોર્ટ હાજર રાખવા નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે મોચી બજારમાં ભાગ્યોદય આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ, ગોંડલ ચોકડી પાસે રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં લાભ આઇસ ફેક્ટરી, વાવડીમાં મહાલક્ષ્મી મસાલા પાસે નવદુર્ગા આઇસ ફેક્ટરી અને જામનગર રોડ માધાપર ચોકડી પાસે રાજ આઇસ ફેક્ટરીમાં ચકાસણી દરમિયાન તમામને હાઇજેનીંક કંડીશન જાળવી રાખવા તથા પાણીના દૈનિક રિપોર્ટ હાજર રાખવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
દરમિયાન મવડી પ્લોટમાં મહાદેવ વાડી વિસ્તારમાં ક્રિષ્ના આઇસ ફેક્ટરી અને કુવાડવા રોડ પર ડીલક્ષ ચોકમાં નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરીમાં ચેકીંગ દરમિયાન પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.