કોઠારીયા રોડ, કેવડાવાડી અને મવડી વિસ્તારમાં ૭ સ્થળે કેરીના ગોડાઉનમાં ચેકિંગ: ૪૫૫ કિલો કાર્બાઈડથી પકાવેલી કેરી અને ૨૪૨ કિલો ચીકુનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના કોઠારીયા રોડ, કેવડાવાડી અને મવડી વિસ્તારમાં ૭ સ્થળે કેરીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ૫૩ કિલો કેલ્શીયલ કાર્બાઈડના જથ્થો, કાર્બાઈડથી પકાવેલી ૪૫૫ કિલો કેરી અને ૨૪૨ કિલો ચીકુનો નાશ કરવામાં આવ્યો હતો. કેરીના પાંચ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે કેરીના ગોડાઉનમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે કનુભાઈ ભીમજીભાઈ મકવાણાના ધનાયા ફુડ સેન્ટરમાં ૫ કિલો કાર્બાઈડનો જથ્થો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.

I2કોઠારીયા રોડ પર કેદાર સોસાયટીની બાજુમાં રસિકભાઈ હિરપરાના પાટીદાર કેરી ભંડારમાં ૩૪ પડકી ચાઈનીઝ કેમિકલનો નાશ કરાયો હતો. જયારે કેવડાવાડી શેરી નં.૯/૧૭ના ખૂણે મહેશભાઈ જેઠાભાઈ મહેતાના ગોડાઉનમાં ૪ કિલો કાર્બાઈડ, મવડી વિસ્તારમાં આનંદ બંગલા ચોકમાં કૃણાલભાઈ સતીષભાઈ જોષીના ગોડાઉનમાંથી ૮ પડીકી અને ૪૪ કિલો કાર્બાઈડ જયારે પંકજભાઈ શશીભાઈ વિસપરાના ગોડાઉનમાં ૨૪ પડીકી અને ૨૪૨ કિલો ચીકુનો નાશ કરી નોટિસ ફટકરવામાં આવી હતી. અન્ય બે સ્થળે ચેકિંગ દરમિયાન કોઈ હાનિકારક વસ્તુ પકડાય ન હતી.

I3તેઓએ ઉમેર્યું હતું કે, કેલ્શીયમ કાર્બાઈડ ધીમુ ઝેર છે માટે શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કાર્બાઈડથી પકાવેલી કેરી સહિતના ફળો ખાવવાના બદલે કુદરતી રીતે પકાવેલી કેરી સહિતના ફળો ખાવા જોઈએ. આગામી દિવસોમાં પણ કાર્બાઈડ અંગેનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.