સુપ્રીમ કોર્ટના આદેશની સુપ્રીમ કોર્ટના આદેશની અમલવારી શરૂ કરતુ કોર્પોરેશન: મહાનુભાવોની હયાત પ્રતિમાની જાળવણી પણ સમયસર થતી નથીઅમલવારી શરૂ કરતુ કોર્પોરેશન: મહાનુભાવોની હયાત પ્રતિમાની જાળવણી પણ સમયસર થતી નથી.
તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો છે કે રાજમાર્ગ પર ટ્રાફિક સર્કલ કે ચોકમાં ટ્રાફિકને અડચણ‚પ થાય તે રીતે કોઇપણ રાજકીય, સામાજીક, સેવાકીય મહાનુભાવોની પ્રતિમા મુકવી નહીં જેની અમલવારી રાજકોટ મહાપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હવેથી કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સર્કલ કે કોઇપણ ચોકમાં મહાનુભાવોની પ્રતિમા મુકવામાં આવશે નહીં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સુપ્રિમ કોર્ટના ચુકાદાના આધારે મહાપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સર્કલ કે ચોક ખાતે મહાનુભાવોની પ્રતિમા નહીં મૂકવાના નિયમની અમલવારી શરૂ કરી દીધી છે.
હાલ શહેરમાં સીવીલ હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, જ્યુબેલી ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા, મહિલા કોલેજ ચોકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા, ઇન્દિરા ચોકમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા, બહુમાળી ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સહિત શહેરમાં અંદાજે ર૦ જેટલા ટ્રાફિક સર્કલો અને ચોકમાં અલગ-અલગ મહાનુભાવોની પ્રતિમા મૂકવામાં આવે છે અને હજુ પણ પ્રતિમા મૂકવા માટે લોકોમાં સતત અરજીઓ મળી રહી છે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો છે કે ટ્રાફિક સર્કલ ખાતે સામાજિક, ધાર્મિક, રાજકીય કે સેવાકીય મહાનુભાવોની પ્રતિમા મુકવી નહીં કારણકે પ્રતિમા મુકયા બાદ તેની જાળવણી ન થતી હોવાના કારણે અનેકવખત પ્રતિમાઓ અપમાનીત સ્થિતિમાં હોય તેવુ લાગે છે.
આટલુ જ નહીં પ્રતિમાનું કદ મોટુ હોવાના કારણે વાહનચાલકોને પુરતી વિઝીબીલીટી મળતી નથી જેના કારણે અકસ્માતો સર્જાય છે.
ત્યારે સુપ્રિમે પ્રતિમા નહીં મુકવાના આદેશ સાથે એવુ પણ નોટીફીકેશન આપ્યું છે કે જ્યાં સરકારી કે ખાનગી સંકુલ ઉપલબ્ધ હોય તેવા સ્થળોએ જ મહાનુભાવોની પ્રતિમા મુકવી. હાલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જે સ્થળોએ મહાનુભાવોની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યાં પણ દર ૧પ દિવસે એકવખત નિયમીત સફાઇ કરવાની સુચના આપવામાં આવી છે.