ભારે વરસાદમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે અધિકારીઓ અને કર્મચારીઓને ફિલ્ડમાં ઉતાર્યા
ચોમાસાની સીઝનમાં ચાલુ વરસાદે અને વરસાદ થંભી ગયા બાદ પણ વરસાદી પાણીનો અવિરત નિકાલ થતો રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અપનાવાયેલી સ્ટ્રેટેજી મુજબ વરિષ્ટ અધિકારીઓ અને જે-તે વોર્ડના અધિકારીઓ/કર્મચારીઓની ટીમો દ્વારા સતત ખડે પગે રહી જે જે વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ આવે તેનો નિકાલ કરવા માટેની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવે છે. આજે વરસાદ દરમ્યાન મનપાના અધિકારીઓ / કર્મચારીઓએ સતત ફિલ્ડમાં રહી વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. સેન્ટ્રલ ઝોનના તમામ વોર્ડના જામનગર રોડ, મનહરપુર ચોકડી, માધાપર ગામ, ધૃવનગર ૧, અલ્કાપુરી ૬, જામનગર રોડ, ગીત ગુર્જરી રોડ, ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૫, શીતલ પાર્ક મેલડીમાં ના મંદિર પાસે, પોપટપરા નાલા, સાધુવાસવાણી કુંજ રોડ, એકનાથ રાનડે સ્કુલ પાસે, જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાસે, કોઠી કમ્પાઉન્ડ પાસે, હંસરાજનગર વર્મા બિલ્ડીંગ પાસે, લક્ષ્મીનગર નાલા, ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાસે, લોધાવાડ ચોક, જાગનાથ પ્લોટ ૨૨, ઢેબર રોડ વનવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાછળ, પી.ડી.માલવીયા કોલેજ પાસે, માનસતા ગાર્ડન સામે, ગોંડલ રોડ, સમ્રાટ ઇન્ડ. એરીયા આવાસ પાસે, ક્રિષ્ના નગર મે.રોડ, ધોળકીયા સ્કુલ પાસે, જલારામ ચોક, પારડી રોડ, કોઠારીયા રોડ, ગુંદાવાડી – ૬/૨૩, નંદા હોલ ચોક, આહિર ચોક, બાબરીયા ૭, સહકાર રોડના વિસ્તારોમાં વરસાદી પાણીની પાઇપ ગટર દ્વારા નિકાલ કરવામાં આવેલ, વરસાદી પાણીનો ડ્રેનેજ મેનહોલ ખોલીને દ્વારા નિકાલ કરવામાં આવેલ, બેરીંકેટીંગ કરીને રસ્તો બંધ કરવામાં આવેલ, સ્પીડ બ્રેકર તોડી પાણીનો નિકાલ કરવામાં આવેલ, જે.સી.બી. દ્વારા ચરેડો કરી પાણીનો નિકાલ કરવામાં આવેલ, સાઇડ સોલ્ડરમાંથી માટી ઉપાડી પાણીનો નિકાલ કરેલ, સ્કીન ચેમ્બરના કવરની સફાઇની કામગીરી કરવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના તમામ વોર્ડના મોરબી રોડ, ધોળકિયા સ્કુલ પાસે, ૫૦ ફૂટ રોડ, ૮૦ ફૂટ રોડ, ભગવતીપરા-૫, બેડીપરા, આઈશાબા પીર રોડ, રાજલક્ષ્મી સોસાયટી પાસે, ચામુંડા સોસાયટી, વૃજભુમી માલધારી સોસાયટી, લાલપરી મફતિયાપરા, પ્રધ્યુમન પાર્ક સામે, રણછોડનગર-૪, શાળા નં. ૬૭ વાળા માલધારી મેઈન રોડના છેડે, સંતકબીર રોડ ઈમીટેશન માર્કેટ પાસે, આજી નદી કોઝવે બેડીપરા, ગોકુલનગર આવાસ પાછળનો ટીપી રોડ, ૮૦ ફૂટ રોડ અજય વે બ્રીજ પાસે, ૮૦ ફૂટ રોડ હુન્ડાઈ શોરૂમ પાસે, ખોડીયારપરા શેરી નં. ૨૦ પાસે, નાડોદાનગર શેરી નં. ૪, રાધાકૃષ્ણ શેરી નં. ૨, આશાપુરા શેરી નં. ૧ તથા ૨, નેશનલ હાઇવે સર્વિસ રોડ, કોઠારીયાથી લાપાસરી રોડ, વેલનાથ જડેશ્વર સોસાયટી, શુભમ પાર્ક, શ્યામ હોલ પાસે ૮૦ ફૂટ રોડ વિસ્તારોમાં રસ્તા પર ભરાયેલ વરસાદી પાણીનો નજીકના વોંકળામાં નિકાલ, ઙૠટઈક ના પોલ પડી જતા રસ્તા પર બેરીકેટીગ કરી રસ્તો બંધ કરેલ, મેન હોલ સફાઈ કરેલ, લો લેવલ બ્રીજ પર બેરીકેટીંગ કરાવેલ, રસ્તા પર જાળીઓ મૂકી વરસાદી પાણી આસપાસની શેરીઓમાં ઘુસી જતા અટકાવી નિકાલ કરેલ, સ્ટ્રોમ વોટર લાઈન વડે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરેલ, ખુલ્લા મેદાનમાં જે.સી.બી. મારફત ચરેડા દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરેલ, સેન્ડ બેગ દ્વારા વરસાદી પાણીને ચેનલાઇઝ કરી નિકાલ કરેલ તેમજ વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.
વેસ્ટ ઝોનના તમામ વોર્ડના લાખનાં બંગલાવાળા રોડ પર ગૈાતમનગર રોડ કોર્નર, (સીટી બસ સ્ટોાપ આગળ), લાખનાં બંગલાવાળા રોડ પર જીવંતીકાનગર રોડ પર કોર્નર, લાખનાં બંગલાવાળા રોડ પર જીવંતીકાનગર મેઇન રોડ કોર્નર, (પ્રજાપતિવાડી સામે), જીવંતીકાનગર મેઇન રોડ, પર આંગણવાડી આગળ, કૈલાશધારા પાર્ક/અમિધારા પાર્ક કોમન પ્લોતટ પાસે, લાખનાં બંગલાવાળા રોડ પર નકલંક ચોક, અક્ષરનગર-૧ ખુલ્લા પ્લોાટ પાસે, લાભદિપ સોસાયટી-ર, શ્યા મનગર શેરી નં.-૩, શાસ્ત્રી નગર શેરી નં.-૧૪, હિંમતનગર શેરી નં.-૬, સંતોષ પાર્ક મેઇન રોડ સ્પીરડ બ્રેકર પાસે, ભારતવન સોસાયટી, જજ બંગલાની નજીક, અમિન માર્ગ, નાનામવા રોડ, બીગ બજાર ચોક, કે.કે.વી. ચોક, રૈયા ચોક, રૈયા મેઇન રોડ, નાણાંવટી ચોક, રૈયા ટેલીફોન એકસચેન્જી રોડ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, ગુરૂજી આવાસ યોજના, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, પાલ્મ યુનિવર્સ પાસે, ગુણાતીતનગર-૩, ર, મીરાનગર-૩, ૫, નાગરીક બેંક મેઇન રોડ, સાંઇદર્શન મેઇન રોડ, સ્લેબબ કલવર્ટ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ભીમનગર ચોક, સત્યે સાંઇ હોસ્પીરટલ મેઇન રોડ, દિપવન પાર્ક, શ્રીનાથજી સોસાયટી, શિવ આરાધના સોસાયટી, શાંતિ નિકેતન સોસાયટી, યુનિવર્સીટી રોડ, મીલેનિયમ હાઇટસ, વગડ ચોક, વાવડી વિસ્તા ર, ઉમિયા ચોક, પુનિતનગર પાસેના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો તત્કાલ નિકાલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને વિવિધ વિસ્તારમાંથી ઝાડ પાડવા અંગે મળેલી ફરિયાદી અંતર્ગત શ્રોફ રોડ, એરપોર્ટ રોડ, કરણપરા મેઇન રોડ, સાઈનગર જગન્નાથની બાજુમાં, જંકશન મેઈન રોડ પર પોસ્ટ ઓફિસની બાજુમાં, આલાપ હેરીટેજ વાળા રોડ પર પડેલ ઝાડને હટાવવાની કામગીરી ગાર્ડન્સ એન્ડ પાર્કસના ડાયરેક્ટર ડો. કે. ડી. હાપલિયા દ્વારા કરવામાં આવી હતી.