મરચુ, ધાણા, વરીયાળી, હળદર, રાયના કુરીયા, તજ, સુવા અને મે સહિતની બાર ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના રૈયા રોડ, આઝાદ ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ૮૦ ફૂટ રોડ, નિલકંઠ ટોકીઝ, નાના મવા ચોકડી સહિતની વિસ્તારોમાં ભરાતી મસાલા માર્કેટમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં મરચા પાવડર, ધાણા, વરીયાળી, રાયના કુરીયા, હળદર, તજ, હિંગ, આખા સુવા અને જીરા સહિતની ખાદ્ય સામગ્રીના નમુના લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા. જયારે ૨૦ વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.
રૈયા રોડ પર આઝાદ ચોકમાં જલારામ મસાલા માર્કેટમાંી લુઝ મરચા પાવડર, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પીટલ સામે શ્રી મોમાઈ મસાલા માર્કેટમાંી આખા ધાણા, ભવાની મસાલા ભંડાર અને ખોડીયાર મસાલા ભંડારમાંી લુઝ વરીયાળી, યમુનાજી મસાલા માર્કેટ અને ખોડીયાર મસાલા માર્કેટમાંી રાયના કુરીયા, ૮૦ ફૂટ રોડ પર પેટ્રોલપંપ પાછળ સોરઠીયાવાડી મરચા પીઠમાંી લુઝ મરચા પાવડર, કોઠારીયા રોડ પર નિલકંઠ ટોકીઝના વંડામાં મોમાઈ મસાલા માર્કેટમાંી હળદર પાવડર, નાના મવા ચોકડીએ શ્રીજી અને ઉમિયાજી મસાલા માર્કેટમાંી લુઝ તજ, શ્રીનાજી મસાલા ભંડાર અને ઉમિયાજી મસાલા માર્કેટમાંી લુઝ હિંગ, સંત દેવીદાસ અમર દેવીદાસ તા શ્રીરામ મસાલા માર્કેટમાંી લુઝ આખા સુવા, જય જલીયાણ મસાલા ભંડાર અને શ્રીરામ મસાલા ભંડારમાંી લુઝ આખી હિંગ તા શ્રીરામ મસાલા માર્કેટ અને દ્વારકાધીશ મસાલા માર્કેટમાંી રાધે ક્રિષ્ન બ્રાન્ડ જીરાના નમુના લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયારે મસાલાના ૨૦ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.