વિકાસલક્ષી બજેટને આવકારતા રોશની સમિતિનાં ચેરમેન જયાબેન ડાંગર

અબતક,રાજકોટ

કોર્પોરેશનના વર્ષ 2022-23ના બજેટને રોશની સમિતિનાં ચેરમેન જયાબેન ડાંગરે આવકારી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ-2022/23નું બજેટ આવકારતા જણાવેલ કે ચાલુ વર્ષમાં નવા વિસ્તાર તેમજ શહેરમાં રોશની વિભાગમાં જે જોગવાઈ કરેલ છે તે બદલ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ઘવા તથા સાશકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા સ્ટેન્ડિંગ કમીટીના સભ્યોનો આભાર માન્યો હતો.

૧૩ જયાબેન ડાંગર 1

સરકારી કચેરીઓ, કોમ્યૂનિટી હોલ, આરોગ્ય કેન્દ્રો, સ્વિમિંગ પુલ, પ્રદ્યુમ્ન પાર્ક, સ્મશાન તેમજ વોટર વર્ક્સ/ડ્રેનેજ ખાતે સોલાર પ્લાન્ટ ઇન્સટોલશનનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે, આ કામ માટે રૂ.18 કરોડની બજેટ જોગવાઈકરેલ છે. તેમજ વોર્ડ નં.17મા પારડી રોડ, આનંદનગર ખાતે આવેલ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ કોમ્યુનીટી હોલને સેન્ટ્રલ એ.સી. કરવાની કામગીરી પણ હાથ ધરેલ છે.ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વધારો થતા તેમાં ભળેલ મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર તેમજ મનહરપુર-1 વિસ્તારોમાં હયાત સ્ટ્રીટલાઈટનુ અપગ્રેડેશન, નીભાવ-મરામત તથા નવી સ્ટ્રીટલાઈટ સુવિધા સબબ રોશની વિભાગ દ્વારા આગામી વર્ષે રૂ.60 લાખના ખર્ચે નવી સ્ટ્રીટલીઈટ સુવિધા આપવા આયોજન છે.આ સિવાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ-2022-23 માટે રા.મ.ન.પા. હસ્તકની નવી બનતી લાઈબ્રેરી, વિવિધ સ્કુલનાં બિલ્ડીંગો તેમજ ઈલેકટ્રીક બસ ચાર્જિગ સ્ટેશન બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ તથા વોટરવર્કસ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન વિગેરે પર મળીને અંદાજે કુલ 200 ઊંઠઙના ઓન ગ્રીડ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવાનું તેમજ અલગ-અલગ જગ્યાએ અંદાજીત કુલ 3 થી 4 નંગ હાઈમાસ્ટ લાઈટો મુકવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ વોર્ડ નં.9માં રૈયાગામ પાસે આવેલ સ્મશાનગૃહ ખાતે એક નંગ ઈલેકટ્રીક તથા એક નંગ ગેસ આધારીત સ્મશાન બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. જે વર્ષ-2022-23માં પૂર્ણ થશે.રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન ખાતે નવા બનતા અંદાજીત 10 થી 12 કિ.મી. લંબાઈના મુખ્ય રસ્તાઓ પર સેન્ટર ડિવાઈડરમાં કઊઉ લાઈટીંગ કરવામાં આવશે. તેમજ અંદાજે 10 કિ.મી. લંબાઈના મુખ્ય રસ્તાઓ પર સેન્ટર ડિવાઈડરમાં અંદાજીત 20 વર્ષ કે તેનાથી જુનાં સ્વેજડ પોલ કઊઉ લાઈટીંગની જગ્યાએ ઓકટોગોનાલ પોલથી નવીનીકરણના ભાગરૂપે નવું લાઈટીંગ કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગવરીદડ ખાતે ગ્રીન એનર્જી-કલીન એનર્જીનાં ભાગરૂપે 2022-23નાં વર્ષમાં અંદાજીત 4-મેગાવોટ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે કારણે રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત વાર્ષિક 58.40 લાખ વીજ યુનિટની બચત થશે, તેમજ વાર્ષિક રૂ.2.9કરોડ જેટલો આર્થિક ફાયદો થશે. તેમજ વાર્ષિક 4800 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.