કોરોનાને નાથવા તંત્રનું વધુ એક કદમ:મ્યુનિ. કમિશનર
કોરોના સામે લડવા સૌથી જરૂરી માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારે હશે ત્યાં સુધી કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશ કરી શકશે નહિ. જેના માટે રાજકોટ મહાનગર પાલિકા ૫૦ ધનવંતરી રથ દ્વારા શહેરીજનોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદીક ઉકાળા અને આયુર્વેદિક દવા વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. સાથોસાથ મહાનગરપાલિકાદ્વારા આજથી આયુર્વેદિક નસ્ય સેવા પણ ચાલુ કરવામાં આવી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર વધુ માહિતી અપાતા જણાવ્યું હતું કે, શરદી, સાયનસ, ફેસિયલ પેરેલીસીસ, માથાનો દુ:ખાવો, માથાનો કંપ જેવા રોગોમાં નસ્ય થેરાપી ચિકિત્સા સ્વરૂપે કાર્ય કરે છે, નાકની આજુબાજુ નસ, સાંધા, સ્નાયુઓ મજબુત થાય છે કે જેથી ત્યાંથી દાખલ થતા રોગો (હાલની પરિસ્થિતિ પ્રમાણે કોરોના વાઇરસ ઇન્ફેકશન કે જે નાક વાતે શરીરમાં પ્રવેશે છે) થી રક્ષણ કરે છે. ટૂંકમાં કહીએ તો હાંસડી થી ઉપર તથા બધા જ રોગો અથવા ત્યાંથી પ્રવેશતા રોગોને અરકાવવા માટે નસ્ય એક ઉત્તમ ચીકીત્યા પ્રણાલી છે અને આયુર્વેદમાં વર્ણિત પંચકર્મમાનું એક અગત્યનું કર્યા છે.