- ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ર4 ફલેટોને જમીન દોસ્ત કરાયા
- અન્ય જર્જરીત બિલ્ડીંગોને પણ તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા 1404 આવાસમાં બ્લોક નાં 71 અને 72 બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેને સંપૂર્ણપણે ખાલી કરાવાયા પછી તેના પર બપોર બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને બંને બિલ્ડીંગો ને જમીનદોસ્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ બે બ્લોકમાંથી માલસામાન ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિટર વગેરે ઉતરાવી લીધા હતા, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા હતા. ત્યાર પછી જેસીબી મશીન ની મદદ વડે બન્ને બિલ્ડીંગ ને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે, અને આસપાસના બિલ્ડીંગમાં કોઈ નુકસાની ન પહોંચે, તેમ જ અન્ય કોઈ રહેવાસીઓને નુકસાની ન થાય, તેની તકેદારી રાખીને ડીમોલેશન કાર્ય ચાલી રહ્યું છે.
સાથો સાથ ઉપરોક્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.
આ ઉપરાંત અન્ય જર્જરીત બિલ્ડીંગોને પણ ધીમે ધીમે ખાલી કરાવાઈ રહ્યા છે, અને તે બિલ્ડિંગોને પણ તોડવા માટેની પ્રક્રિયા ક્રમશ: હાથ ધરવામાં આવશે.
આવાસ ખાલી કરાવતા એક વ્યક્તિએ વિરોધ દર્શાવતાં પોલીસે કરી અટકાયત
જામનગરમાં નગરપાલિકા દ્વારા 1404 આવાસમાં આજે બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેમાં એક રહેવાસી વ્યક્તિ કે જેણે વિરોધ દર્શાવ્યો હતો, અને બ્લોકમાંથી બહાર નહીં નીકળતાં અને બફાટ કરતાં આખરે સીટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તેની અટક કરી લેવામાં આવી હતી, અને તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જોકે તે નશા ભરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહયું છે. મહાનગરપાલિકા દ્વારા આજે બે બ્લોક ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલ ની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિત્રો વગેરે ઉતરાવી લીધા છે, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇન ના કનેક્શન કટ કરી લેવાયા છે, અને સ્થાનિક રહેવાસીઓનો તમામ માલ સામાન કાઢાવી લેવાયો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બંને બિલ્ડીંગમાં ડીમોલિશન હાથ ધરી લેવાશે, તેમ જાણવા મળી રહ્યું છે.