વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ અને ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની આગેવાનીમાં આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં રૈયા રોડ પર માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરવા ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૯ સ્થળોએ માર્જીનમાંથી ઓટા, છાપરાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાના સુત્રોના જણાવ્યા અનુસાર આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના રૈયા રોડ પર વોર્ડ નં.૨,૮,૯ અને ૧૦માં પાર્કિંગ તથા માર્જીનમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એન્ટીક લુગડા, મહાવીર ગાંઠિયા, કાજલ પાન પોઈન્ટ, હસ્તી મોબાઈલ, અપ્સરા ટુલ્સ એન્ડ ટ્રાવેર્લ્સ, પી.એમ એન્ટરપ્રાઈઝ, હોટ બાઈટ, સાગર સીઝન સ્ટોર, મેડીઝોન મેડિકલ, સીન્ટેક્ષ, ઝીરોધા, નટરાજ ખમણ, ગોરધનભાઈ ગોવિંદભાઈ ચેવડાવાલા, પાર્થ ચીલ પોઈન્ટ, આલીદ્રા શુઝ, ચામુંડા સીઝન સ્ટોર, વી.જે.એન્ટરપ્રાઈઝ, લેડી ટચ ફેશન ઝોન, જમ્બો વડાપાઉં, યુગ ફેશન, પ્રિન્સ સીંગ તથા નમકીન, ન્યુ સાગર, કેશવ કલીનીક, જયશ્રી ટોઈઝ, વનિતા સીઝન સ્ટોર, સાગર સીઝન, ઝીલ ક્રીએશન, પતંજલિ સ્ટોર, ફેશન હબ, રાજ પંજાબી, મીરા મોબાઈલ, આર.કે.પાન, રીચ શુઝ, ભરત વાસણ, રિદ્ધિ સિદ્ધિ ટ્રેડીંગ, જય સીયારામ શોપીંગ સેન્ટર, શ્રીનાથજી પાઉંભાજી દ્વારા માર્જીન પાર્કિંગની જગ્યામાં ઓટલા, લોખંડની ગ્રીલ અને પતરાનું દબાણ ખડકી દેવામાં આવ્યું હતું જે આજે દુર કરવામાં આવ્યું છે.