પત્રકાર પરિષદમાં કોંગ્રેસે હોસ્પિટલના આંકડા સાથે તંત્રની ખોલી પોલ
રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેવાસીઓ જયારે સતા કોઈપણ પક્ષને સોંપે છે ત્યારે તેમની જવાબદારી બને છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી, એ કોઈપણ પક્ષ હોય તો તેની જવાબદારી બનતી હોય છે કારણકે, લોકો સુવિધા સામે કોર્પોરેશનને હજ્જારો રૂપીયાનો વેરો ભરે છે તેની પાસે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હોય છે. તેઓ ઈચ્છે છે કે અમોને રોડ-રસ્તા-ડ્રેનેજ-પાણી-આરોગ્ય અને શિક્ષણ વગેરેની સુવિધાઓ આપવાની ફરજ સત્તાધીશોની છે લોકોના પૈસાથી જ સુવિધા પૂરી પાડવા ટેક્ષ લેવાઈ છે તેથી જ તેમને મતો આપી શાસનની ધુરા સોંપી હોય છે અને લોકોને ભરોસો અને વિશ્વાસ હોય છે કે શાસકો અમારું ધ્યાન રાખશે પરંતુ, રાજકોટમાં ભાજપના શાસકો તો એ પણ ભૂલી જાય છે કે એને તો પ્રજા જ આ દેશની માલિક છે શાસકો તો તેના મેનેજર છે તે ન ભૂલવું જોઈએ તેમ આજે પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા સવા મહિનામાં ડેન્ગ્યુના ૨૭૪ કેસ નોંધાયા છે અને તે ગયા વર્ષની સરખામણીએ ઓછા છે આરોગ્ય શાખામાં સરપ્રાઈઝ ચેકિંગ કોંગ્રેસના કોર્પોરેટરોએ કરતા ફક્ત ૧૩ હોસ્પિટલની માહિતી આપની કચેરી માંથી અમોએ ત્યાં બેસીને લીધી છે રાજકોટમાં સેંકડો હોસ્પિટલો કોર્પોરેશનના ચોપડે નોંઘાયેલ છે તો તેમાં છેલ્લા ૧૫ દિવસના જ આંકડાઓ જ અમોને આપ્યા બીજા આંકડાઓ બહુ જ મોટા છે. ૬૧૫ ડેન્ગ્યુંના પોઝીટીવ કેસો છે.
કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના શાસકો પોતે કબુલે છે કે ૧૩ વર્ષના બાળકનું મૃત્યુ તા.૦૭/૧૦/૨૦૧૯ના રોજ સિનર્જી હોસ્પિટલમાં થયું છે તો સિદ્ધો સવાલ એ છે કે આમાં જવાબદારી ફિક્સ કરવી અને જે જવાબદાર ફિક્સ થાય તો તેની ઉપર ક્યાં પગલા લેવા. હું પોતે એવું માનું છુ કે આ બાળકના મૃત્યુ પાછળ રાજકોટ ભાજપના શાસકો અને લાગતાવળગતા અધિકારીઓ જવાબદાર છે અને તેમણે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામાં આપવા જોઈએ. આજ બાબતમાં દુ:ખ સાથે કહેવું પડે છે કે જે બાળક સિનર્જી હોસ્પીટલમાં મૃત્યુ થયું છે તેની કોર્પોરેશનમાં નોંધ છે પરંતુ, અમોને ૧૩ હોસ્પીટલની વિગતો પ્રાપ્ત થઇ છે તેમાં સિનર્જી નું નામ નથી તો સિનર્જી હોસ્પિટલમાં કેટલા કેસો હશે?
કોર્પોરેશને અમને ૧૩ હોસ્પિટલની માહિતી આપી છે તેમાં ૬૧૫ કેશો ૧૫ દિવસમાં નોંધાયા છે તે પણ પોઝીટીવ તો રાજકોટ મનપામાં કુલ ૧૭૨૬ જેવી હોસ્પિટલો કોર્પોરેશનના ચોપડે નોંધાયેલ છે તેમાં ડેન્ગ્યુના કેટલા ???? કેસો હશે!!! માહિતી હજુ પણ છુપાવે છે હવે મારે કમિશ્નર અને મેયરને સીધો સવાલ છે કે બાકીની હોસ્પિટલો માં કેટલા ડેન્ગ્યુંના કેશો છે તે આપ જાણો અને રાજકોટની પ્રજાને સાચી માહિતી આપો, નહિતર અમારે નાં છુટકે આંદોલન કરવું પડશે જેની તમામ જવાબદારીઓ આપની છે.
વધારાની માહિતી મેલેરીયાની પણ ફક્ત સવા મહિનાની કોર્પોરેશનના ચોપડા ઉપર નોંધાયેલી આપું છુ તેનો આંકડો અધધધ ૧૦,૯૮૬!!! છે જે મનપાના ચોપડે છે આં સિવાયના અનેક હોસ્પિટલોનો આંકડાઓ મેળવો તો હકીકત સમે આવશે કે મેલેરિયાના જ સવા મહિનાના કેશો પણ અસંખ્ય છે એક અંદાજ મુજબ સવા મહિનાના મેલેરિયાના જ ફક્ત ૨૦,૦૦૦ કેશો હશે.
તા.૨૯/૦૯/૨૦૧૯ થી તા.૧૪/૧૦/૨૦૧૯ સુધીની આંકડાકીય માહિતી