કોંગી કોર્પોરેટર નિલેશ મા‚એ ડેપ્યુટી ઈજનેર એચ.એમ.કોટકને ફડાકા ઝીંકવાના પ્રકરણના ઘેરા પડઘા: કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી મુક વિરોધ નોંધાવ્યો: કોંગ્રેસે પણ જનઆક્રોશનો સામનો કરવાની ચિમકી ઉચ્ચારતા વિવાદ વકર્યો
શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાના મામલે કોંગી કોર્પોરેટર નિલેશ મા‚એ ગઈકાલે ડેપ્યુટી ઈજનેર એચ.એમ.કોટકને ફડાકા ઝીંકયાની ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ યા બાદ આજે કોંગી કોર્પોરેટરો અને કર્મચારીઓ રીતસર આમને-સામને આવી ગયા છે. ફડાકાકાંડના વિરોધમાં આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં તમામ યુનિયનના હોદ્દેદારોએ કમિશનરની ચેમ્બરમાં કાળી પટ્ટી ધારણ કરી ધરણા સો મુક વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚ અને વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, પ્રજાના કામો નહીં ાય તો કર્મચારીઓએ જનાક્રોશનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
ફડાકાકાંડમાં કોંગી કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ કરાયા બાદ આજે તમામ કોંગી કોર્પોરેટરોએ બપોરે મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં ધરણા કરવાની ચિમકી ઉચ્ચારતા કોર્પોરેશન કચેરી આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ફડાકાકાંડના વિરોધમાં કોર્પોરેશનના કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરી ધરણા યોજી મુક વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. કાલે રામ નવમીની રજા હોય ગુ‚વારે પણ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે.
બીજી તરફ ફડાકાકાંડના વિરોધમાં મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં ધરણા પર બેસી જવાની ચિમકી ઉચ્ચારના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚ અને વશરામભાઈ સાગઠીયાએ એમ જણાવ્યું હતું કે, અગાઉ કમિશનરે કોંગ્રેસના ૩૪ કોર્પોરેટર અને ધારાસભ્યને મળવાની મંજૂરી આપી હતી. પરંતુ આજે જયારે તેઓને અમે મળવા આવ્યા ત્યારે મળવાની ના પાડી દીધી છે.
કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓને ચિમકી આપતા તેઓએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ભાજપના રાજકીય હાા ન બને અને ઝપાઝપી જેવી સામાન્ય ઘટનાને ફડાકાકાંડમાં ખપાવવાનું કાવતરું કયારેય ચલાવી લેવામાં આવશે નહીં. જો પ્રજાના કામો કરવામાં નહીં આવે તો કર્મચારીઓ અને અધિકારીઓને જોઈ લેવામાં આવશે.
જે અધિકારી નિડરતાી કામ કરે છે તેની સો કોંગ્રેસ અડીખમ ઉભી છે પરંતુ જો પ્રજાના કામો રજડાવવામાં આવશે તો જનઆક્રોશ સહન કરવાની તૈયારી રાખવી પડશે.
મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, તમામ કોંગી કોર્પોરેટર અને ધારાસભ્યને મે મળવા માટે મંજૂરી આપી હતી પરંતુ તેઓ ૧૦૦ લોકો સો મળવા આવવા માંગતા હતા. આટલા લોકો ચેમ્બરમાં કઈ રીતે સમાય શકે તેવો પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો અને મળવા ન દેવાની કોઈ વાત જ કરવામાં આવી ની