હેડ ક્વાર્ટર ન છોડવા તમામ કર્મચારી અને અધિકારીઓને તાકીદ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી અતિથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ્ કરી દેવામાં આવી છે. સાથોસાથ જે અધિકારીઓ રજા પર છે, તેઓએ બે દિવસ સુધી હેડ ક્વાર્ટર ન છોડવા તાકીદ કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. તમામ શાખાઓને સતત સંતર્ક રહેવા જણાવી દેવામાં આવ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓને આગામી બે દિવસ સુધી રજા ન લેવા જણાવી દેવામાં આવ્યું છે. જે અધિકારીઓ રજા પર છે, તેઓએ પણ અગત્યના કામ સિવાય હેડ ક્વાર્ટર ન છોડવા જણાવી દેવામાં આવ્યું છે.

બે દિવસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને આગામી કલાકોમાં નદીના પટ્ટમાં ન જવા માટે પણ તાકીદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.