દિવાળીના તહેવારના અનુલક્ષીને કાજૂ, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ અને અંજીર સહિતના નમૂના લેવાયા

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં હોય ત્યારે ભેટ સોગાદમાં આપવા માટે ડ્રાયફૂટનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય. ઘણા વેપારીઓ હલકી કક્ષાના ડ્રાયફૂટ વેંચતા હોવાની ફરિયાદો ઉઠતા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ ૧૩ સ્થળોએથી કાજૂ, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ અને અંજીત સહિતના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા રૈયા રોડ પર ક્રિષ્ના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી વેની પિસ્તાચીઓસ ઈન રોલ, કિરણ ડ્રાયફૂટમાંથી લૂઝ અખરોટ, સદર બજાર મેઈન રોડ પર પંજવાણી ડિપાર્ટમેન્ટ સ્ટોલમાંથી તુલસી બ્રાન્ડ ડ્રાયફૂટ, ગોલ્ડ કલી દ્રાક્ષ, તિરૂપતિનગર-૨માં દાસ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી લૂઝ ચારોલી, મોચી બજારમાં સદ્ગુરુ એન્ટરપ્રાઈઝમાં રીચ વેલીબ્રાન્ડ કેલીફોર્નીયા પિસ્તાચીયો, દાણાપીઠમાં શ્રીરામ ટ્રેડર્સમાંથી સ્પેશ્યલ ચોઈસ બ્રાન્ડ કેલીફોર્નીયા પિસ્તાચીયો, પરાબજારમાં પંજવાણી ઈન્ટરનેશનલમાંથી લૂંઝ બદામ, કેપ્ટન એન્ટરપ્રાઈઝમાંથી ફ્રાય જીરામસાલા કાજૂ અને એસ.એલ.એમ.બ્રાન્ડ કેપ્રીકોટ યાજ્ઞીક રોડ પર, હેમ આર્કેડમાં સમૂકા એગ્રો ઈન્ડસ્ટ્રી લી.માંથી સીસમ રોજ આલ્મોન્ડસ, મોચી બજારમાં મહાદેવ એજન્સીમાંથી લૂઝ અંજીર, દાણાપીઠમાં મુલચંદ ટેકચંદ અડવાણીમાંથી લૂઝ કાજુ ફાડા અને પ્રકાશ ટ્રેડર્સમાંથી લૂઝ બદામના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે, ડ્રાયફૂટની ખરીદી વખતે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ. જેવી કે આખા ડ્રાયફૂટ જ ખરીદવા, ભૂકો કે કટકાની ખરીદી ટાળવી, પેકેટમાં વેંચાતા ડ્રાયફૂટ પર પેકિંગની વિગતો ચેક કરવી, લેબલ પર બેસ્ટ બીફોરની ચકાસણી કરવી, કલર કોડેડ ફલેવરવાળા કે આર્ટીફીશીયલ ડ્રાયફૂટની ખરીદી ટાળવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.