ભક્તિનગર સર્કલ, 80 ફૂટ રોડ પર અલગ-અલગ 17 દુકાનોમાં ચકાસણી: 6 પેઢીને નોટિસ
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાની હોટેલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તૈયાર ચા, દૂધ અને કોફીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા.
ફૂડ વિભાગ દ્વારા શહેરના રૈયા રોડ પર સિલીકોન વેલી પાસે આવેલા તુલસી ટી-સ્ટોલમાંથી તૈયાર ચા, રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં નસીબ હોટેલમાંથી લૂઝ મિક્સ દૂધ અને તૈયાર કોફી, દસ્તુર માર્ગ પર રાજમંદિર ફાસ્ટ ફૂડની સામે આરાધના ટી એન્ડ સ્નેક્સમાંથી મિક્સ દૂધ અને તૈયાર ચા, રેસકોર્ષ રીંગ રોડ પર ક્રિસેન્ટ બિલ્ડીંગમાં આવેલી હોટેલ કનકાઇમાંથી જનતા ટોન્ડ મિલ્ક અને તૈયાર ચાનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા ભક્તિનગર સર્કલ, 80 ફૂટ રોડથી જલારામ ચોક સુધીના વિસ્તારમાં ખાણીપીણીની 17 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 11 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. સારંગી ચા, જલારામ ખમણ, ભવાની પુરી-શાક, જોકર ગાંઠીયા, પરેશ પ્રોવિઝન સ્ટોર અને દીપ રેસ્ટોરન્ટને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. ધારેશ્ર્વર મિલ્કબાર, શિવમ પ્રોવિઝન, હિમાલયી સોડા શોપ, રાજમંદિર કોલ્ડ્રીંક્સ, પ્રિન્સ કોલ્ડ્રીંક્સ, અંકુશ ખમણ, ઇટાલીયન બેકરી, વર્ધમાન સ્ટોર્સ, ટીજીબી કેક એન્ડ બેકરી, મહેશ ડેરી અને જે માર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.