રસીકભાઈ ચેવડાવાળા અને મધુભાઈ ચેવડાવાળાને ત્યાંથી પણ ફરાળી ચેવડાના નમુના લેતી આરોગ્ય શાખા: જીરૂ, પાણીપૂરી અને માધવ નમકીનનો નમૂનો ફેઈલ
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૭ જેટલી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ લીધેલા જી‚, પાણીપૂરીની પૂરી અને માધવ નમકીનના નમુના પરિક્ષણમાં નાપાસ થયાનું જાહેર કરાયું છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે આજે પેડક રોડ પર ન્યુ ભારત સ્વીટ માર્ટમાંથી સ્પેશ્યલ પોટેટો સ્ટીક, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર શ્યામ ગૃહ ઉદ્યોગમાંથી ફરાળી ચેવડો, પંચાયત ચોકમાં નેવીલ ખાખરામાંથી નેવીલ બ્રાન્ડ ફરાળી ખાખરા, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બીગબઝારમાંથી કેડબરી ડેરી મિલક સીલ્ક ચોકલેટ અને નેસલે બારવન લીમડા ચોકમાં રસીકભાઈ ચેવડાવાળાને ત્યાંથી ફરાળી ચેવડો તથા મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાંથી ફરાળી ચેવડાનો નમૂનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે, માર્કેટીંગ યાર્ડમાં વિપુલભાઈ હસુભાઈ પોપટને ત્યાંથી લુઝ જી‚, સની નજરભાઈ યાદવના આગરેવાલેકા આરતી ગૃહ ઉદ્યોગમાંથી આરતી બ્રાન્ડ પાણીપૂરી અને કોઠારીયા રીંગ રોડ પર ભરતભાઈ વલ્લભભાઈ વિરાણીના ભૂમિ સેલ્સ કોર્પોરેશનમાંથી માધવ નમકીન, હેલ્દી એન્ડ ટેસ્ટી બ્રાન્ડનો નમૂનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જે ત્રણેય નમૂના અલગ અલગ કારણોસર પરીક્ષણમાં નાપાસ થયા છે.