શહેરીજનોને સેવાસેતુનો લાભ લેવા પદાધિકારીઓ-અધિકારીઓની અપીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તા.૨૯મીથી જુદી જુદી તારીખોએ વોર્ડ વાઈઝ ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની મહાપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો વિગેરેના નિકાલ માટે તા.૨૯મીથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.
આ સેવાસેતુમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, દિવ્યાંગતા પ્રમાણ પત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, નવું બેંક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવનજ્યોત યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ.એપ, લર્નીંગ લાયસન્સ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કુટુંબીક સહાય યોજના, સાતબાર/આઠ-અના પ્રમાણપત્ર, કીમીલેયર પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, શ્રવણ ર્તી યોજના રજીસ્ટ્રેશન, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર, આઈ.ડી.એસ. બાળકોના આધાર કાર્ડ, ટોયલેટ અરજી, વરિષ્ટ નાગરિકતા પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, જન્મ મરણ પ્રમાણપત્ર, ફૂડ લાઇસન્સ, આવકનો દાખલો, લગ્ન નોંધની પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્ષ, વિગેરે આવરી લેવામાં આવે છે.
લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા પડે તેના બદલે પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.
૨૯મીએ વોર્ડ નં.૧,૨, અને ૪, ૧૨ સપ્ટેમ્બરે વોર્ડ નં.૩,૫ અને ૮, ૧૯ સપ્ટેમ્બરે વોર્ડ નં.૬,૭, અને ૯ ૨૬ સપ્ટેમ્બરે વોર્ડ નં.૧૦,૧૩ અને ૧૫, ૧૦ ઓકટોબરે વોર્ડ નં.૧૧,૧૪ અને ૧૬માં જયારે ૧૭ ઓકટોબરે વોર્ડ નં.૧૨,૧૭, અને ૧૮ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.