- મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત
- હેલ્પ લાઇન નં: 0281 222 1602, 0281 222 1605 તથા 0281 222 1606 ઉપર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી મિલકત વેરો, પાણી ચાર્જ અને વ્યવસાય વેરા સંબંધી વિવિધ કામો માટે ટેલિફોન હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે
તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હેલ્પ લાઇન નં: 0281 222 1602, 0281 222 1605 તથા 0281 222 1606 ઉપર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. જેમાં નાગરિકોને મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરા અંગેની પૃચ્છા પર જરૂરી માર્ગદર્શન પણ મળશ
ટેલીફોન નંબરને મિલ્ક્ત વેરા ઘર નંબર સાથે લિંક કરવાની સુવિધા,પાણી કનેકશન નંબરને મિલ્ક્ત વેરા ઘર નંબર સાથે લિંક કરવાની સુવિધા,મિલ્કત વેરા ઘર નંબર સર્ચ કરવાની સુવિધા,પાણી કનેકશન નંબર સર્ચ કરવાની સુવિધા,વ્યવસાય વેરાન ઊ. ઈ. તથા છ. ઈ. નંબરને મિલ્ક્ત વેરા ઘર નંબર સાથી લિંક કરવાની સુવિધા,મિલકત વેરા/પાણી ચાર્જેની બાકી રકમ તથા સ્કીમ મુજબ ડિસ્કાઉંટની રકમ જાણવાની સુવિધા મળશે.
આ ટેલીફોનિક હેલ્પલાઇન પર ચાલુ કામકાજના દિવસોએ ઓફિસ સમય દરમિયાન સવારે 10:30 કલાકેથી સાંજે 6 કલાક સુધી નાગરિકોને સુવિધાઓ મળી શકશે.