દબાણ હટાવવા માટે પોલીસ સાથે સંકલન કરવા વોર્ડ વાઈઝ કમીટીની રચના: મ્યુનિ.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ વાઈઝ રચવામાં આવેલી દબાણ હટાવ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે ઈસ્ટ ઝોનમાં કોઠારીયા રોડ પરથી વિવિધ ૩૧ પ્રકારના પરચુરણ માલ-સમાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૭૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. આ ઉપરાંત ૧૦ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ ૨,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. સેન્ટ્રલ ઝોનમાં બસ સ્ટેન્ડ રોડ પરથી ૨૮ પ્રકારના માલ-સમાન જપ્ત કરેલ છે. વેસ્ટ ઝોનમાં રૈયા સિમેન્ટ રોડ પરથી વિવિધ ૨૫ પ્રકારના પરચુરણ માલ-સમાન જપ્ત કરેલ છે, તેમજ ૧૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
ગઈકાલે ઈસ્ટ ઝોનમાં અલગ અલગ બે ટીમ દ્વારા પારેવડી ચોક, કોઠારીયા રોડ, ૮૦ ફૂટ રોડ, ભાવનગર રોડ, પ્રદ્યુમન પાર્ક પરથી વિવિધ ૦૯ પ્રકારના પરચુરણ માલ-સમાન અને શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૨૪૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. આ ઉપરાંત ૨૨૦ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, સેન્ટ્રલ ઝોનમાં જયુબેલી માર્કેટ, ગાયત્રી નગર, ત્રિકોણબાગ, સોરઠીયાવાસી સર્કલ, હનુમાન મઢી રૈયા રોડ અને કોઠારીયા રોડ પરથી ૧૭ પ્રકારના માલ-સમાન-રેકડી જપ્ત કરેલ છે. શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૫૭ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. તેમજ ૧૧,૩૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનમાં રૈયા સિમેન્ટ રોડ, યુનિ. રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી ખાતેથી વિવિધ ૫૨ પ્રકારના પરચુરણ માલ-સમાન- રેકડી જપ્ત કરેલ છે, શાકભાજી-ફળ,ફૂલ વગેરેનો ૧૫૫ કી.ગ્રા. જથ્થો જપ્ત કરેલ છે. ૧૫૩ નંગ બોર્ડ-બેનર જપ્ત કરેલ છે, તેમજ ૧૮,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. મંડપ છાજલી વિગેરે માટે ૮૫૦૦ નો ચાર્જ વસુલ કરેલ છે. આ ઉપરાંત ઉપરથી પણ ૩૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.