દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે અનેકવિધ પગલાઓ: નિર્મલા સીતારામન
ભારત દેશની અર્થવ્યવસ્થા હાલ કથળતી જોવા મળી રહી છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે દેશમાં જે તરલતાનો પ્રશ્ર્ન સતાવી રહ્યો છે તેને નિવારવા અનેકવિધ પગલા મોદી સરકાર દ્વારા લેવામાં આવે છે. આ તકે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશનાં જે મુડી ઉત્પાદકો છે તેને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા પણ ચાલી રહી છે. કોર્પોરેટર ટેકસમાં સમયાંતરે ઘટાડો કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું. નાણામંત્રી દ્વારા મળતી વિગત મુજબ ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ કોર્પોરેટ ટેકસમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો અને ટેકસને ૨૫ ટકાએ પહોંચાડયો હતો. નિર્મલા સીતારામન દ્વારા જણાવાયું હતું કે, સ્વતંત્રતા પર્વનાં વ્યાખ્યાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મુડી ઉત્પાદકો અને ઉધોગ સાહસિકોને તમામ પ્રકારે મદદરૂપ થવા માટેનાં પણ સુચનો કર્યા છે. દેશ માટે મુડીનું ઉપાર્જન મુડી ઉત્પાદકો કરતા હોય છે ત્યારે અનેકવિધ વખત તેમનાં સામે શંકાની દ્રષ્ટી રાખવામાં આવતી હોય છે જેનાં કારણે જે રકમ કે જે મુડી બહાર આવવી જોઈએ તે આવી શકતી નથી જેથી સરકારી બાબુઓએ પણ તેમનાં સ્વભાવ પર નિયંત્રણ રાખી કરદાતાઓનો જુસ્સો વધારવો જોઈએ જેથી દેશને નડતી આર્થિક સમસ્યા પર પૂર્ણવિરામ લાદી શકાય. કંપનીઓ પરનો કોર્પોરેટ ટેકસનો દર તબક્કાવાર ઘટાડીને ૨૫ ટકા કરવાનાં કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે કંપનીઓનું ટર્નઓવર રૂ. ૪૦૦ કરોડથી વધુ છે તેનો કોર્પોરેટ ટેક્સનો દર તબક્કાવાર રીતે ૨૫ ટકા સુધી ઘટાડાશે. સરકાર દ્વારા જે લોકો દેશ માટે સંપત્તિનું સર્જન કરે છે તેમને તમામ પ્રકારની સહાય કરાશે. નાણાપ્રધાને તેમનાં પહેલા બજેટમાં રૂ. ૪૦૦ કરોડ સુધીનંડ ર્વાષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ વેરાનો દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો હતો.
નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસનાં ભાષણથી પ્રભાવિત થઈને તેમણે કહ્યું હતું કે, જે ઉદ્યોગ સાહસિકો દેશ માટે સંપત્તિનું સર્જન કરતા હશે તેમને તમામ પ્રકારની સહાય કરાશે. મોદીએ તેમનાં પ્રવચનમાં કહ્યું હતું કે જે લોકો દેશ માટે સંપત્તિનું સર્જન કરતા હશે તેમને શંકાની નજરે જોવામાં આવશે નહીં. સંપત્તિનું સર્જન થશે તો જ દેશમાં સંપત્તિની વહેંચણી પણ કરી શકાશે. દેશના વિકાસ માટે સંપત્તિનું સર્જન જરૂરી છે. નિષ્ણાતોની પેનલે પ્રત્યક્ષ કરવેરા સંહિતાનો મુસદ્દો સીતારામનને સુપરત કર્યો પાંચ દાયકા જૂના આવકવેરા કાયદાને ફરી લખવા નિયુક્ત ટાસ્ક ફોર્સે સોમવારે અહેવાલ સોંપ્યો હતો. સીબીડીટીના સભ્ય અખિલેશ રંજનના નેતૃત્વ હેઠળની પેનલે તૈયાર કરેલા પ્રત્યક્ષ કરવેરા સંહિતાના મુસદ્દામાં કાયદાને વધુ સરળ બનાવવા પ્રયાસ થયો છે.