સૌરાષ્ટ્રનું મેડીકલ હબ બની ગયેલા રાજકોટ શહેરમાં કોર્પોરેટ કક્ષાની અનેક સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં મવડી પ્લોટ વિસ્તારમાં લાંબા સમયથી કાર્યરત સહયોગ હોસ્પિટલે આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. સહયોગ હોસ્પિટલમાં સર્જરી, મેડીસીન, ક્રિટીકલ કેર, ઓથોપેડીક ગાયનેક, પીડીયાટ્રીકસ અને દાંતના રોગોના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ છે. સહયોગ હોસ્પિટલમાં રેગ્યુલર ઓપીડી ઉપરાંત ઈન્ડોર ટ્રીટમેન્ટ અને ઓપરેશનની અતિ આધુનિક સારવાર ઉપલપબ્ધ છે. ઉપરાંત ૨૪ કલાક ઈમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ સેવાઓ પણ સહયોગ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તે ખરાઅર્થમાં તમામ પ્રકારના દર્દીઓ માટે ‘સહયોગી’ પૂરવાર થઈ રહી છે. સહયોગ હોસ્પિટલનાં સ્થાપક અને ડાયરેકટર ડો.દિલીપ પટેલ જનરલ સર્જન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. તેમને અત્યાર સુધીમાં હજારો દર્દીઓ પર નાની મોટી સર્જરીઓ કરીને સ્વસ્થ કર્યા છે. ડો. પટેલ ઉપરાંત સહયોગમાં જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન તરીકે ડો. જાહાવીર મુન્દડાની સેવાઓ ઉપલબ્ધ છે. જેથી અહી થાઈરોઈડ, ગળામાં થતી ગાંઠ, સ્તનની ગાંઠ, એપેન્ડીકસ, પથરી સારણગાંઠ, પિતાશયની કોથળી,આંતરડા, કીડની વગેરે જેવા રોગોની તમામ પ્રકારની સર્જરી ઉપલબ્ધ છે. ઉપરાંત, હરસ-મસા, ભગંદરની આધુનિક સારવાર પણ કરવામાં આવે છે. સહયોગમાં ચીફ ઓર્થોપેડીક સર્જન તરીકે સૌરાષ્ટ્રના જાણીતા તબીબ ડો. સમ્રાટ બુધ્ધ કાર્યરત છે. જેઓ હાડકા, કમર, સાંધાના દુ:ખાવા, મગજ, પેટ, છાતી, હાડકાના અકસ્માતની ઈજા, પોલીટ્રોમાની સારવાર ઉપરાંત જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીમાં નિપુણતા ધરાવે છે. અન્ય ઓથોપેડીક સર્જન તરીકે ડો. કુલદીપ પરમારની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જયારે સિનિયર ફીજીશ્યન ડો. ઉમેશ વાઘેલાની સહયોગમાં ફીજીશ્યન તરીકે સેવાઓ ઉપલબ્ધ છે. ડો. વાઘેલા હૃદયરોગ ઉપરાંત ઝેરી દવા, સર્પદંશ, લકવો, આંચકી, હેમરેજ, જેવા ગંભીર રોગો, ડાયાબીટીસ, બી.પી., કમળો, મેલેરીયા, શ્ર્વાસ, દમ, ડેંગ્યુ, ઝેરી તાવ અને બેભાન દર્દીઓ માટે તાત્કાલીક સારવારમાં નિપૂર્ણતા ધરાવે છે. ગાયનેક વિભાગમાં સ્ત્રીરોગનાં નિષ્ણાંત તરીકે ડો. મૌલિક મોરીને સેવાઓ ઉપલબ્ધ છે. ડો. મોરી પ્રસુતિ ઉપરાંત ગર્ભાશય, લેપ્રોસ્પીક, હાઈરીસ્ક ડીલેવરી, વંધ્યત્વ સહિતના સ્ત્રીને લગતા તમામ રોગોનાં નિષ્ણાંત છે.જયારે પીડીયાટ્રીકસ વિભાગમાં ડો. મધુ વાઘેલાની સેવાઓ ઉપલબ્ધ છે. ડો. વાઘેલા નવજાત શિશુ અને બાળરોગોના નિષ્ણાંત છે. તેઓ ઓરી, અછબડા, તાણ આંચકી, કમળો, ઝેરી તાવ, ઝેરી ઝાડા, ભરણી, પોલીયો જૂની -મોટી ઉઘરસ તથા રસીકરણ જેવી બાળકોને લગતા દર્દોમાં નિપૂણતા ધરાવે છે. સહયોગ હોસ્પિટલનાં ડેન્ટલ વિભાગમાં ડેન્ટલ સર્જન તરીકે ડો. બંસી હદવાણીની સેવઓ ઉપલબ્ધ છે. ડો. હદવાણી પાયોરીયા, તથા પેઢાના અન્ય રોગો, સડેલા દાંતની મૂળીયાની મશીન દ્વારા સારવાર મેટલ, સિરામીક મેટ કોનીયાના ફીકસ દાંત, સ્ક્રુ પધ્ધતિથી ફીકસ દાંત, દાંતનું ચોકઠું, ડહાપણ દાઢનીખાસ સારવાર ઉપરાંત દાંત જેવા કલરનું ફીલીંગ, બાળકોનાં દાંત, વાંકાચુકા દાત અને ચોકઠુ બેસાડવાની સારવાર ઉપલબ્ધ છે. આમ સહયોગ હોસ્પિટલમાં વિવિધ રોગોનાં સુપર સ્પેશ્યાલીટી ડોકરોની સેવાઓ ઉપલબ્ધ છે. કોર્પોરેટ કક્ષાની સહયોગ હોસ્પિટલમાં ઈકોનોમી રેટમાં વિવિધ પ્રકારની સારવારો ઉપલબ્ધ છે.
Trending
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું