કોર્પોરેટ કંપનીઓએ કાયદાકીય પ્રક્રિયામાં એક વર્ષમાં અધધધ રૂ. 63 હજાર કરોડ ખર્ચ્યા છે. જેમાં સૌથી વધુ ખર્ચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કર્યો છે.
ભારતીય શેરબજારો પર લિસ્ટેડ 3,972 કંપનીઓના વાર્ષિક અહેવાલ મુજબ, મજબૂત સોદાની પ્રવૃત્તિઓ, વિવાદો પર ભારે ખર્ચ અને વધતા અનુપાલન ખર્ચને કારણે ગયા નાણાકીય વર્ષમાં કંપનીઓના કાનૂની ખર્ચમાં 20.98%નો વધારો થયો છે. આ કંપનીઓએ માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કાનૂની ખર્ચમાં રૂ.63,807 કરોડ ખર્ચ્યા હતા, જે અગાઉના વર્ષના રૂ.52,741 કરોડથી 20.98% વધુ છે. આ કાનૂની ખર્ચમાં મુકદ્દમા અને આર્બિટ્રેશન ખર્ચ, વ્યાવસાયિક ફી, નિયમનકારી ફાઇલિંગ, દંડ અને સ્ટેમ્પ ડ્યુટીનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2023 માં કાનૂની ખર્ચના સંદર્ભમાં ટોચના પાંચ ખર્ચ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.2,916 કરોડ, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ રૂ.2,312 કરોડ, ઇન્ફોસિસ રૂ. 1,684 કરોડ, લાર્સન એન્ડ ટુબ્રો રૂ. 1,512 કરોડ અને ફોર્ટિસ હેલ્થકેરે રૂ. 1,512 કરોડ ખર્ચયા હતા.