બેંકો અને રેટીંગ એજન્સીઓ સાથે બેઠક યોજતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કોર્પોરેશન દ્વારા રૂ.૧૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ પ્રકારના પાવર મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ બોન્ડમાં મહાપાલિકા રોકાણકારોને ૮ થી ૮.૫૦ ટકા સુધીનું આકર્ષક વળતર આપે તેવી સંભાવના જણાઈ રહી છે.
આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવા અંગે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે બેંકો અને રેટીંગ એજન્સીના અધિકારીઓ સાથે આ અંગે મીટીંગ પણ બોલાવવામાં આવી હતી તેમાં અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
કોર્પોરેશન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેટીંગ એજન્સી કયો ક્રમાંક આપે છે. બીએસઈ કે એમએસઈમાં લીસ્ટીંગ કરાવવું, કંઈ બેંક બોન્ડની બાંહેધરી લેશે તે સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ બોન્ડમાં રોકાણ કરનારને વાર્ષિક ૮ થી લઈ ૮.૫૦ ટકા સુધીનું વ્યાજ ચુકવવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.