ઈસ્ટ ઝોનમાં પણ એન્ટી પ્લાસ્ટીક ડ્રાઈવ: ૨૧૬ કિલો પ્લાસ્ટીકનો જથ્થો અને ૮૧ હજારનો દંડ વસુલ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં એન્ટીપાન પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૧૫ કિલો પ્લાસ્ટીકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે પ્લાસ્ટીકના હોલસેલરોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પરાબજારમાં જે.કટારીયા પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, દાણાપીઠમાં પ્રિતેશ પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, પરાબજારમાં રોડ પર ગોવિંદભાઈ ઠકકરને રૂા.૫ હજાર, એનએકસસી સિનેમા રોડ પર સરદાર પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, દાણાપીઠમાં રાજુ પ્લાસ્ટીકને રૂા.૧ હજાર, શનિભાઈને રૂા.૨૫૦, રોટરી બજારમાં બંસી ટ્રેડર્સને રૂા.૫ હજાર, કોર્ટ ચોકમાં શ્રીનાથજી પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, સટ્ટાબજારમાં પાયલ પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, રામનાથપરા મેઈન રોડ પર વિશાલ એજન્સીને રૂા.૫ હજાર, પરાબજારમાં કટારીયા પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, દાણાપીઠમાં સીમા પ્લાસ્ટીકને રૂા.૫ હજાર, પરાબજારમાં બાલકૃષ્ણ ટ્રેડર્સને રૂા.૫ હજાર અને રામનાથપરા મેઈન રોડ પર ભારત એજન્સીને રૂા.૫૦૦ સહિત ૧૪ વેપારીઓ પાસેથી રૂા.૫૬,૭૫૦નો દંડ વસુલ કરી ૧૨૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.ઈસ્ટ ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા આજે જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ઉમંગ એજન્સી, નટરાજ એજન્સી, સહકાર એજન્સી સહિતની મોટી એજન્સીઓ અને પાનની દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૩૭ આસામીઓ પાસેથી પાનના પીસનું ૯૬ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂા.૨૪૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.