આરોગ્ય શાખા દ્વારા ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા રોકવા 10 ડ્ઢ 10 નું સુત્ર
ચોમાસાની ઋતુ દરમ્યાન નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્યુવી અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થછળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. શહેરમાં આ અઠવાડીયે મેલેરીયા 1, ડેંગ્યુના 8 કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત શરદી ઉધરસના કેસ 176, સામાન્ય તાવના કેસ 51, ઝાડા ઉલટીના કેસ 48 કેસ નોંધાયા છે.આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.15/8/2022 થી તા.21/08/2022 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 33,249 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1105 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ઇસ્કોન આશ્રય (રેલનગર) સોસા., રણજીત વિદ્યા પેલેસ તથા આસપાસનો વિસ્તાર, સખીયાનગર શેરી નં. 6, 4, 3 તથા મે. રોડ, ટેલીફોન ઓફિસ કાલાવડ રોડ, રૈયા ચોકડી થી રૈયા રોડ સાઘુવાસવાણી રોડ થી આકાશવાણી ચોક થી કાલાવડ રોડ ટેલીફોન એક્ષચેક્ધજ, પોલીસ હેડ કવા., જયગીત સોસા., શ્રી નરસિંહનગર, કરણ5રા તથા આજુબાજુની શેરીઓમાં, કિડવાઇનગર શેરી નં. 4, નંદનવન સોસા. થી રૈયા રોડ થી બાપાસીતારામ ચોક થી કિડવાઇનગર શેરી નં. 1 થી 5, અવઘ રોડ એલીગન્સ પાર્ટી પ્લોટ સામેનો વિસ્તાર, રૂડા કવા. કાલાવડ રોડ, કિડવાઇનગર થી કાલાવડ રોડ, કોસ્મોપ્લેસથી આગળ, અઘઘના ઢાળીય વાળી શેરી નં. 1 થી 26, નાલંદા સોસા. શેરી નં. 7, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાછળ, સ્વસ્ટીક હાઇટસની સામે, અવઘના ઢાળીયાથી કાલાવડ રોડ , કાલાવડ રોડ થી કે. કે. વી. સર્કલ નાલંદા સોસા. શેરી નં. 1 થી 7, જીવરાજ પાર્ક – શ્યામલ સ્કાઇ લાઇડ પાછળ, નચીકેતા સ્કુલની આસપાસનો વિસ્તાર, રૂડા – ર થી એ. જી. ચોક થી વુંદાવન થી મોકાજી સર્કલ મવડી પોલીસ લાઇન થી મોદી સ્કુલ થી સીઘ્ઘી ચોક, નચીકેતા સ્કુલથી બાજુમાં પોલીસ લાઇન થી કાલાવડ રોડ થી યુની. રોડ થી રૈયા રોડ સુઘી નંદગાવ ગંગોત્રી પાર્ક મેઇન રોડ, રૈયા ચોકડી ઓફિસ થી રૈયા રોડ થી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ થી સાઘુવાસવાણી ચોકથી ગંગોત્રી મેઇન રોડ થી રૂડા વિસ્તાર રજપુત5રા શેરી નં. 4, લક્ષ્મીવાડી શેરી નં. 18 તથા આજુબાજુની શેરીઓમાં, ગોપાલનગર શેરી નં. ર તથા આજુબાજુનો વિસ્તાર, ઢેબર કોલોની, નિલકંઠનગર શેરી નં. ર, પટેલ ક્ધયા છાત્રાલય પાસેનો વિસ્તાર, રૈયા ચોકડી ઓફિસથી 150 ફુટ રીંગ રોડ થી ટેલીફોન એક્ષચેન્જ થી ઇન્દીરા સર્કલથી યુની રોડ પંચાયતનગર પાસેથી 5ટેલ ક્ધયા છાત્રાલય પાસે, નિલકંઠનગર થી ગોપાલ ચોકથી બાપાસિતારામ ચોક થી રૈયા રોડ થી રૈયા ચોક સુઘી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, દેવ5રા, હુડકો પોલીસ ચોકડી, શાકમાર્કેટ તથા ફાયર સ્ટેશન, 80 ફુટ રોડ, રામવનની આસપાસ તથા આજીડેમ ચોકડી ડેમ સુઘી, પ્રદ્યયુમન પાર્ક, કુવાડવા રોડ – ડી માર્ક પાસેનો વિસ્તાર, પેડક રોડ, સંત કબીર રોડ, ભાવનગર મે. રોડ તથા આસપાસનો વિસ્તાર, રામકૃષ્ણનગર શેરી નં. 8, 8(અ), 1, 7, શ્રમજીવી સોસા. શેરી નં. 5, ઘાંચીવાડ, નિલસીટી, નિલગ્રીન વૃડ મે. રોડ, નિલગ્રીન સીટી થી યુનિ. રોડ થી કાલાવડ રોડ થી કે. જી. ચોક, કે. કે. વી. સર્કલ થી 150 ફુટ રીંગ રોડ થી બીગબજાર ખાતેથી એ. પી. પાર્ક, 150 ફુટ રીંગ રોડથી કે. કે. વી. સર્કલ થી ઇન્દીરા સર્કલ થી ટેલીફોન એક્ષચેન્જ થી રૈયા ચોકડી, ભાવનગર મે. રોડ, પાંજરાપોળ, ભાવનગર મે. રોડ, પારવડી ચોક, કુવાડવા રોડ થી પારેવડી ચોક થી ગ્રીન લેન્ડ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી થી પેડક રોડ આબંલીયા હનુમાન ભાવનગર મે. રોડ, ભાવનગર રોડ થી સંતકબીર રમે. રોડ નેશનલ હાઇવે, દુઘસાગર રોડ મે. રોડ થી ચુનારાવાડ ચોક, ભાવનગર મે. રોડ થી આજીડેમ ચોકડી સુઘી, આજીડેમ ચોકડી થી આર.કે. ચોક સુઘી, આર.કે. ચોક થી અમૃલ સકલ થી સોરઠીયાવાડી પુલ સુઘી, થોરાળા મે. રોડ વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુેક, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનીટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.