લોકમેળામાં દોઢ ટન અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ, હજારોનો દંડ
મેળામાં ભીડનો ગેરલાભ લઇ અખાદ્ય વાનગીઓ વેચનારા પર ગોઠવાયેલા તંત્રના ચેકીંગ રડારથી ભેળસેળીયાઓમાં ફફડાટ
રાજકોટની સ્વાદપ્રીય જનતાને મેળાના આનંદ વચ્ચે અખાદ્ય, નબળી, નકલીવાસી ખવાડવી નફાખોરીમાં રચતા ભેળસેળીયા તત્વો પર ફુડ વિભાગે દરોડા પાડી મેળાના ચાર દી દરમ્યાન 118 સ્ટોલ પરથીસ 570 કિલો વાસી ખોરાક નાશ કરી 35,400 નો દંડ કરાતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગઇ હતી.રેસકોર્ષ મેદાનમાં આયોજિત લોકમેળામાં સ્ટોલ નં. ડ-13 આઈસક્રીમ ચોક્ઠામાં “બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઈસક્રીમ” માં ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ 1000 નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ 1000 નંગ મળીને આશરે રૂ.80,000 કિમતનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સ્થળ પરથી નો ફૂડ સ્ટોલ પરથી પૃથ્થકરણ નમૂનો લેવામાં આવેલ તથા સ્થળ પર ફૂડનો પરવાનો રદ કરેલ છે તેમજ તે અંગે નોટિસ આપવામાં આવેલ છે. નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ 2 નમૂના લેવામાં આવેલ
GO FRESH ICECREAM CANDY સ્થળ -બોમ્બે ફેમસ પ્રીમિયમ આઇસક્રીમ -લોકમેળામાં સ્ટોલ ફૂડ વિભાગની ટિમ દ્વારા જન્માષ્ટમી કાર્નિવલ મેળો -નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડમાં આવેલ 5 ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ 5 કિલો અખાધ્ય વાસી સોસ તથા પ્રિપેર્ડ ફૂડનો નાશ કરેલ.
ફૂડ વિભાગની ટિમ દ્વારા રોયલ મેળો -ફોર્ચ્યુન હોટેલ સામે, 150 ફૂટ રિંગ રોડમાં આવેલ 9 ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં મળી આવેલ 9 કિલો અખાધ્ય વાસી ચટણી તથા પ્રિપેર્ડ ફૂડનો નાશ કરેલ.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લોકમેળો, પ્રાઈવેટ મેળા તથા આજીડેમ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 57 પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા વિગેરેના કુલ 68 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ વિશેષમાં લોકમેળામાં તથા આજીડેમ વિસ્તારમાં અવેરનેશ કામગીરી કરવામાં આવેલ