કોરોના દિન-પ્રતિદિન પોતાની ઝડપ વધારી રહ્યું છે ત્યારે કોરોનાનાં ૪૦ હજાર નવા કેસો રવિવારે આવ્યા હતા. કોરોનાના ડેડલીક વીક તરીકે ગત અઠવાડિયું બન્યું છે. દેશના ૨૧ ટકા કેસો જોવા મળ્યા હતા. જે દેશમાં અત્યાર સુધીમાં મળેલા કેસોના ૨૧ ટકા જેટલા છે. રવિવારે ૬૭૩ જેટલા મૃત્યુ નોંધાયા છે. જે અઠવાડિયાના મૃત્યુઆંકને ૪૨૮૫ જેટલા કેસો થયા છે. કોવિડ-૧૯ સંબંધિત તમામ મૃત્યુમાં ૧૬ ટકા દેશો જોવા મળ્યા હતા. ગયા અઠવાડિયે પણ કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો જોવા મળ્યો હતો. જેથી ભારતમાં કોરોનાનાં ૩.૯ લાખ કેસો થયા છે. ૧.૪૫ લાખના કેસોમાં વધારાને કારણે રીકવરી રેટમાં ઘટાડો થયો છે જે ૬૨.૫ ટકા જેટલો છે.
સરકારના આંકડા મુજબ ભારતના કુલ કોરોના કેસો ૧૧ લાખને પાર કરી ગયો છે. રવિવારના એક જ દિવસમાં ભારતમાં ૩૮,૧૪૧ નવા કોરોનાના કેસો નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૨.૩૮ લાખ કેસો છે જે અત્યાર સુધીની ૩૧ ટકા કેસો છે. દશ રાજયો એવા છે કે જેમાં સૌથી વધુ કેસો એક દિવસમાં નોંધાયા હોય જેમાં મહારાષ્ટ્રમાં રવિવારના ૯૫૧૮ કેસો નોંધાયા છે. જયારે આંધ્રપ્રદેશમાં ૫૦૪૧ નવા કોરોનાના કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં રેકોર્ડ બન્યો છે કે જયાં ૫૦૦૦ કેસો એક દિવસમાં બન્યા હોય. તમિલનાડુમાં ૪૯૭૯ નવા કેસો આવ્યા છે. જયારે બંગાળમાં ૨૨૭૮ અને ઉતરપ્રદેશમાં ૨૨૫૦ જયારે ગુજરાતમાં ૯૬૫, રાજસ્થાનમાં ૯૩૪, મધ્યપ્રદેશમાં ૮૩૭, કેરાલા ૮૨૧ અને ઉતરાખંડમાં ૨૩૯ નવા કેસો નોંધાયા છે.
૧૬ જુલાઈના રોજ ૬૮૪ના મોત નોંધાયા હતા. જયારે ૬૭૩એ બીજા નંબરે હતા. કોરોનાના અંધકાર વચ્ચે દિલ્હીને એક સારા સમાચાર મળ્યા હતા જેમાં એક મહિનામાં સૌથી ઓછા એક દિવસમાં ૧૨૧૧ કેસ નોંધાયા હતા. રવિવારે ૯૫૧૮ કેસના વધારા સાથે મહારાષ્ટ્રમાં સતત ચોથા દિવસે ૮૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધી ૨ લાખ કોરોના સંક્રમણના કેસો આવ્યા છે. દેશમાં ૫૦૦૦થી નીચે કેસ થવા પામ્યા છે. કણાર્ટકમાં ૪૧૨૦ કેસો કોરોનાના સામે આવેલા છે. જેથી કર્ણાટકમાં કુલ કેસોની સંખ્યા ૬૩,૭૭૨ થઈ છે. જયારે ૧૩૩૧ મૃત્યુ થયા છે. બેંગલોરમાં સતત વધતા કોરોનાના કેસોમાં વધારો થાય છે ત્યારે બેંગલોરમાં કુલ કેસોની સંખ્યા ૩૧,૭૭૭એ પહોંચી છે. જયારે ચેન્નઈમાં એક દિવસમાં ૧૨૫૪ કેસો નોંધાયા છે અને ૨૭ મૃત્યુ થયા છે. જયારે તમિલનાડુમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા પ્રથમ વખત ૫૦,૦૦૦ને વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦૦ નવા કેસો સામે આવ્યા છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ લોકોના મૃત્યુ થયા હતા.