હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધાન્ય આપી દેશનું અર્થતંત્ર વેગવંતુ બનાવાશે
હાલ કોરોના સમગ્ર વિશ્વને પોતાના કહેર નીચે દબાવી દીધું છે ત્યારે તેની અસર વિશ્ર્વભરના દેશોને પણ થઈ છે પરંતુ કોરોનાની સતર્કતાએ ભારતના અર્થતંત્રને પાટે ચડાવ્યું છે તેવું ફિકકી એટલે કે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ. ફિકકીના પ્રેસીડેન્ટ સંગીતા રેડ્ડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનામાં સતર્કતાના પગલે દેશનું અર્થતંત્ર પુરઝડપે આગળ દોડશે જેમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને સરકાર દ્વારા ઘણાખરા અંશે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમનું માનવું છે કે કોવિડ કાળમાં દેશનું અર્થતંત્ર ફરીથી પુરઝડપે આગળ વધશે અને મજબુતાઈ આપશે. સરકાર આ તમામ મુદ્દે આકરા અને મજબુત પગલાઓ લઈ રહ્યું છે. સરકારને કોરોનાની સ્થિતિમાં મુંઝવણ એ હતી કે લોકોના જીવોને બચાવવા કે દેશના અર્થતંત્રને પાટે ચડાવવું પરંતુ સરકારની કુનેહ અને શુઝ-બુઝના પગલે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધાન્ય આપી લોકોના જીવને બચાવવામાં આવ્યા હતા સાથો સાથ દેશના અર્થતંત્રને પણ વેગવંતુ બનાવવા માટે પુરતી મહેનત પણ કરવામાં આવી હતી.
ફિકકીના પ્રેસીડેન્ટ સંગીતા રેડ્ડીએ વિશેષરૂપથી જણાવ્યું હતું કે, ભારતના ઉધોગ સાહસિક કોરોના સમયમાં પીપીઈ કીટ બનાવી હેલ્થ ક્ષેત્રને વધુને વધુ વિકસિત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ દેશના ઉધોગ સાહસિકો આફતને અવસરમાં પલટાવવા માટેની ઉદભવિત થયેલી કોઈપણ તકને મુકતુ નથી અને તેના પર ગ્રહણતાથી કાર્ય પણ કરે છે. વૈશ્ર્વિક મહામારી કોરોનામાં જીએસટી ઈ વે બીલનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે તેમાં ઓકટોબર માસમાં જીએસટીનું કલેકશન એક લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે જે ૮ માસમાં સૌથી વધુ હોવાનું સાબિત થયું છે. ૩૧ ઓકટોબર ૨૦૨૦ સુધી જીએસટીના ૩-બી રીટર્ન ફોર્મ ભરનારની સંખ્યા ૮૦ લાખને પાર પહોંચી છે જે ઐતિહાસિક આંકડો માનવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષના ઓકટોબર માસમાં જીએસટીની આવક ૧,૦૫,૦૫૫ કરોડ રૂપિયાએ પહોંચી છે જેમાં સીજીએસટી ૧૯,૧૯૩ કરોડ, એસજીએસટી ૫૪૧૧ કરોડ, આઈજીએસટી ૫૨,૫૪૦ કરોડ જેમાં ઈમ્પોટેડ ગુડઝ પેકેટે ૨૩,૩૭૫ કરોડની આવક થવા પામી છે જયારે સેસ પેટે ૮૦૧૧ કરોડ રૂપિયાનું કલેકશન હાથ ધરાયું છે. ગત વર્ષના ઓકટોબર માસમાં જીએસટી કલેકશન ૯૫,૩૭૯ કરોડ રહેવા પામ્યું હતું જે ગત વર્ષની સરખામણીમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલની પ્રવર્તીત કોરોનાની સ્થિતિમાં પણ જીએસટી કલેકશનમાં વધારો થતા એ વાત સ્પષ્ટ છે કે દેશનું અર્થતંત્ર પુરપાટ દોડી રહ્યું છે.
ફિકકીના પ્રેસીડેન્ટ સંગીતા રેડ્ડીના જણાવ્યા મુજબ તેઓએ દેશના ઉધોગકારો ઉપર આશાવાદ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશના ઉધોગપતિઓ કોઈપણ સ્થિતિમાં કે કોઈપણ આફતમાં તકને પ્રસ્થાપિત કરે છે. આવનારો સમય દેશના ઉધોગકારો માટે સોનાનો સુરજ સમાન બની રહેશે જે વિશ્ર્વાસ અને ભરોસો ઉધોગકારોએ દેખાડયો છે તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં અનેકઅંશે સુધારો આવશે અને મજબુતાઈ પણ જોવા મળશે. હાલની કોવિડની સ્થિતિને ધ્યાને લેતા દેશમાં તરલતાનો અભાવ જોવા મળતો હતો અને નાણાકિય ખાદ્ય દિન-પ્રતિદિન વધતી હતી પરંતુ સમય સુચકતાને ધ્યાને લઈ સરકારે લોકોના જીવોની સાથે દેશના અર્થતંત્રને પણ પાટે ચડાવવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે.