મફત સારવાર કરનારી રાજયની પહેલી ખાનગી હોસ્પિટલ
કોરોનાના દર્દીઓની સેવા માટે હોસ્પિટલનો મહત્વનો નિર્ણય
રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવ કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોનાના ખાસ આઇસોલેશન બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આવા વોર્ડ તૈયાર કરાયા છે. જિલ્લા મથકે આવા ૧૦૦ બેડ તૈયાર કરાયા છે. રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ૦ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલમાં ૭૦ કર્મચારીઓ દર્દીઓની સેવા માટે ખડે પગે છે. આ ઉ૫રાંત હોસ્પિટલમાં ૧૦૦ જનરલ બેડ છે. જયાં અન્ય બિમારીઓ, રોગોની સારવાર કરવામાં આવે છે. હાલ કોરોનાને લીધે ૩ મે સુધી લોકડાઉન છે ત્યારે લોકો બહાર નીકળી શકતા હોય સારવાર કરાવી શકતા નથી ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા ટેલીફોનિક સુવિધા સાથે તબીબો મરામર્શ કરી દર્દીઓને દર્દ નિવારવા અને સારવારમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવે છે. અત્રેએ યાદ આપીએ કે તાજેતરમાં કોરોનાનો એક દર્દી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેની સારવાર કરવામાં આવતા તે સંંપૂર્ણ સાજો થઇ જતા તેને જવા રજા અપાઇ હતી.
કોરોનાના રિપોર્ટથી માંડીને સારવાર હવેથી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં થશે ફ્રી : ડો.જીતેન કક્કડ
ક્રાઈસ્ટ હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા ડો.જીતેન કક્કડે ‘અબતક’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની યોજના અંતર્ગત અમે કોરોનાના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવા માટેનું નક્કી ર્ક્યું છે. જેમાં અમે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર સાથે એક એમઓયુ કર્યું છે. જેમાં એક નિશ્ર્ચિત સમય માટે કોરોનાના દર્દીઓને અમારી હોસ્પિટલમાં ફ્રી માં સારવાર આપવામાં આવશે. તેમાં કોરોનાના રિપોર્ટ પછી તેની સારવાર કરવાની હોય તે તમામ સરકારી યોજના અંતર્ગત નિ:શુલ્ક કરી આપવામાં આવશે. અત્યાર સુધીમાં અનેક દર્દીઓના કોરોનાના રિપોર્ટ કર્યા છે. જેમાં એક રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દીની સફળ સારવાર આપીને તાજેતરમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમારી હોસ્પિટલમાં ૫૦ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવાની વ્યવસ્થા છે. ડો.જીતેન કક્કડે વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ છે. અહીં હાલ ૫૦ બેડનો આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કોરોનાની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત તમામ રેગ્યુલર ઓપીડી પણ ચાલુ છે. ઈમરજન્સી કેશ, ઓર્થોપેડીક, ગાયનેકોલોજી, ડેન્ટીસ, ફિઝીશીયન, સર્જરી તેમજ હૃદયરોગની ર૪ કલાક સારવાર આપવામાં આવે છે. કોરોનાનો આઈસોલેશન વોર્ડ અલગ બનાવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ દર્દીને કોરોનાના દર્દીનો ચેપ લાગે નહીં. આવી રીતની સાવચેતી તેમજ સલામતીની અહીં તકેદારી રાખવામાં આવે છે.