સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભયાનક સ્વરૂ પ ધારણ કરી લીધું છે. દિન પ્રતિદિન કોરોનાનો ભરડો વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં શહેરની સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત ૯ દર્દીઓના મોત નિપજયા હતા. જ્યારે અલગ અલગ વિસ્તારોમાંથી કોરોનાના વધુ ૨૯ પોઝીટીવ કેસો મળી આવતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આજે બપોર સુધીમાં શહેરની અલગ અલગ ખાનગી તથા સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પીડાતા સુરેન્દ્રનગરના કુમારભાઈ શાહ, લીંબડીના લાલજીભાઈ જાદવ, જૂનાગઢના અમીદાબેન ખાળીયા, માધાપરના હંસાબેન લઘદાણી, રાજકોટના ધનીબેન ચાવડા, વાંકાનેરના ગોવિંદભાઈ ટોળીયા, લીંબડીના ઈન્દુબેન શાહ, ભચાઉના ભારતીબેન બેલાણી તથા ગોંડલના અંકિતાબેન પાર્થભાઈ તથા જામજોધપુરના મનહરભાઈ અમૃતલાલ રાજાણી સહિત કુલ ૧૦ વ્યક્તિઓનું મોત નિપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૨૯ કેસ નોંધાયા હોવાની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
શહેરની ન્યુ રાજેશ્યામ સોસાયટીમાં મનીષ અમૃતલાલ, હરીદ્વાર સોસાયટી શેરી નં.૪માં બીપેશ ટાંક, રૈયા રોડ પર ઈન્ડિયન પાર્કમાં દિપક રમેશભાઈ મહેતા, લક્ષ્મીનગર શેરી નં.૧ સિધ્ધી રાજેશ ખાંભલીયા, કોઠારીયા રોડ પર મણીનગર-૨માં કલ્પેશભાઈ ચાવડા, સંતકબીર રોડ પર કનકનગર સોસાયટીમાં મહેશભાઈ કાપડીયા, મવડી પ્લોટમાં, રાજદીપ સોસાયટી ૪માં મયુરભાઈ ગજેરા, ગુંદાવાડી-૬માં નીધીબેન રાતડીયા, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આર્યમાન રેસીડેન્સીમાં સંજયભાઈ મેર, અમીન માર્ગ પર ડ્રિમહીલ એપાર્ટમેન્ટમાં આર.બી.ધમસાણીયા, પૂજારા પ્લોટમાં અંજલી એપાર્ટમેન્ટમાં લક્ષ્મીબેન રામચંદાણી , ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉદયનગરમાં નિધીબેન કારીયા, સોરઠીયાવાડી-૬માં રશ્મી રૈયાણી અને ખીમજીભાઈ રૈયાણી, સાધુ વાસવાણી રોડ પર વિવેકભાઈ દુધાત્રા, શાંતિ નિકેતન પાર્કમાં ભાર્ગવભાઈ મહેતા, સાધુ વાસવાણી રોડ પર ૨૦૨- વંદન એપાર્ટમેન્ટમાં મનીષભાઈ હુડકા, મોચી બજાર મેઈન રોડ પર જીતેન્દ્રભાઈ કાગડા, મોરબી રોડ પર મહેશશ્ર્વરી પાર્કમાં સંજયભાઈ મંડલી, લાખાજીરાજ ઉદ્યોગનગરમાં પાંચીબેન ધાપા, કોઠરીયા રોડ પર ઘશ્યામનગરમાં સગુનાબેન ગોસ્વામી, પ્રહલાદ પ્લાટમાં શશીકાંતભાઈ આડેસરા, હાથીખાના-૧માં કુંદનલાલ સોમાણી, રૈયાધારમાં અશ્ર્વિનભાઈ સોલંકી, કરણપર ચોક પાસે શૈલેશભાઈ પોબારૂ , યુનિ. રોડ પર જલારામ-૪માં શિલ્પાબેન લાખાણી અને દિયાબેન લાખાણી, અંબાજી કડવા પ્લોટમાં હાર્દિકભાઈ પરમાર અને એરપોર્ટ રોડ પર શિવાજીપાર્કમાં મહાવીરસિંહ પ્રાગજીભાઈ નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૧૫એ પહોંચી જવા પામી છે. હાલ ૪૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે.
- પીજીવીસીએલના ઉદ્યોગનગર સબ ડિવિઝનના ડી.ઇ. અને જે.ઇ.ને કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતી વેળાએ બંને થયા સંક્રમિત
પીજીવીસીએલના ઉદ્યોગનગર સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જીનયર જે.યુ. ભટ્ટ અને જુનિયર એન્જીનયર એન.એન. દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને વીજકંપનીના અધિકારીઓ મહામારી વચ્ચે ખડેપગે ફરજ બજાવતા હતા. જેમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી છે.