કોરોનાની દવા માટે વિશ્વભરમાં ચાલી રહેલી રસ્સાખેચ માં હવે આર્યુવેદની એન્ટ્રી હર્બલ દવા અકસીર હોવાનો દાવો
રસીની રસાખેચમાં સમગ્ર વિશ્વના દેશોની મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા પોતાની દવાના માર્કેટિંગ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કંપનીઓની દવાઓ ઉપલબ્ધ વચ્ચે હવે આયુર્વેદિક હર્બલ કોરોના દવા માર્કેટમાં આવવાની તૈયારી આરંભાઇ ચૂકી છે
કાચિંડાની જેમ રંગ બદલતા કોરોનાની સારવાર દરમિયાન દવાઓની આડઅસરથી અનેક સમસ્યાઓની મુશ્કેલીઓનું નિવારણ ક્યાંય મળતું નથી અને દવાઓની આડઅસરથી કોરોના સાથે-સાથે ન મ્યોકર માઈક્રો સીસ જેવી વધારાની આફતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોઈપણ પ્રકારની આડઅસર વગરની આયુર્વેદિક દવા હવે તૈયાર થઈ રહી છે.
ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આયુર્વેદિક ધોરણે તૈયાર કરવામાં આવેલી હર્બલ દવા ની ત્રીજી ટ્રાયલની મંજૂરી પણ આપી દેવામાં આવી છે સંપૂર્ણપણે ભારતીય સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલી આ દવા માં કોરોનાવાયરસ સામેની સારવારની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે ભવિષ્યમાં કોઇ આડઅસર ન આવે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે