અર્થતંત્રને ધ્યાને લઈ ક્ધટેઈનમેન્ટ ઝોન અને લોકડાઉનના નિયમોની સાથે સાથે સામાજિક જાગૃતિ પર ભાર મુકવો જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોરોના કટોકટી સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી જાય છે. દેશના ૭ રાજ્યોના માત્ર ૬૦ જિલ્લાઓમાં જ હવે કોરોના સંબંધી ચિંતા રહી છે.
વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓને આરોગ્ય મંત્રીઓ સાથે કોરોના અસરગ્રસ્ત ૭ રાજ્યોને કેન્દ્ર શાસીત પ્રદેશની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, હવે કેન્દ્ર શાસીત પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,તામિલનાડુ, દિલ્હી અને પંજાબમાં જ ધ્યાન રાખવાની જરૂર છે. દેશમાં ભલે ૭૦૦ જિલ્લા હોય પરંતુ હવે માત્ર ૬૦ જિલ્લાઓની જ ચિંતા કરવાની જરૂર છે. આર્થિક કટોકટીમાંથી દેશને બહાર કાઢવા માટે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે કોરોના સંબંધી અભિગમ બદલવા પર ભાર મુકી જણાવ્યું હતું કે, હવે ક્રમશ: તમામ પ્રવૃતિ વેગવાન બનાવવા માટે આખા દેશમાં લોકડાઉન અને પ્રતિબંધોની આવશ્યકતા નથી. માત્રને માત્ર જે વિસ્તારમાં કોરોનાની અસર હોય તે પુરતુ જ લોકડાઉન મર્યાદિત રાખી અન્ય વિસ્તારોમાં સ્થિતિ રાબેતા મુજબ કરવા જણાવાયું છે.
વડાપ્રધાને હિમાયત કરી છે કે, જે રાજ્યોમાં આ મહામારીની પરિસ્થિતિ હોય ત્યાં સવિશેષ ધ્યાન આપીને કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારો પર પુરતુ ધ્યાન આપીને અર્થતંત્રને વેગવંતુ કરવું જોઈએ. લોકોના મગજમાં સ્વયંમ જાગૃતિ, બિમારીના લક્ષણો દેખાય એટલે તુર્ત જ ટેસ્ટીંગ, સારવાર માટે જાગૃતિ ઉભી કરવાની જરૂર છે. આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજનાના બે વર્ષ પુરા થયા છે. જેનો લાભ ૧.૨૫ કરોડ લોકોએ લીધો છે. વડાપ્રધાને ફેસીંગ માસ્કનો આગ્રહ રાખી જણાવ્યું હતું કે, હવે સંક્રમણને અટકાવવા માટે જાગૃતિની આવશ્યકતા છે. ભારતમાં કોરોનાનો આંક ૫૬૪૬૦૧૧એ પહોંચ્યો છે. નવા કેસનો ઉમેરો ૮૩૩૪૭નો થવા પામ્યો છે. જ્યારે ૨૪ કલાકમાં ૧૦૮૫ મૃત્યુ થયા છે તેવી પરિસ્થિતિમાં હવે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે લોકડાઉનના નિયમો અને અભિગમ બદલવાની તેમણે હિમાયત કરી છે.