કોરોના વાયરસને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્વભરના દેશો, વૈજ્ઞાનિકો-ડોક્ટરો અને આંતરરાષ્ટ્રીય સનગઠનો પ્રયાસોમાં જુટાયા છે. આ માટે મોટાભાગના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ પણ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. હતા પરંતુ તેમ છતાં કોરોનાનો અજગરી ભરડો સમી રહ્યો નથી. ગત વર્ષના લોકડાઉન સમયની સ્થિતિ ફરી ઉભી થઈ છે. પ્રથમ લહેર કરતા હાલની બીજી લહેર વધુ ઘાતકી સાબિત નીવડી રહી છે. પરંતુ શા માટે આટલી ઘાતકી ?? છેલ્લાં 3 માસમાં આટલા કેસ અને આટલી ઝડપથી શા માટે વધી રહ્યા છે. આ પાછળ જવાબદાર કારણોની સમીક્ષા કરનાર નિષ્ણાંતો જણાવે છે કે કેસ વધવા પાછળનું એક મોટું કારણ કોરોના વઈ ગયો, વાયરસની ઝપેટમાં આવશું તો પણ સજા થઈ જઈશું જેવા વિચારો અને નિયમોનો સરેઆમ ભંગ જ જવાબદાર છે. હાલ, નવા કેસનો આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. જે ખતરાની ઘંટડી સમાન છે. મૃત્યુદર પણ વધી જઈ રહ્યો છે. આ અંગે નિષ્ણાંતોએ જણાવ્યુ કે કોરોના શું કરી લેવાનો ?? તેમ વિચારી લોકો વાયરસને હળવાશમાં લઈ રહ્યા છે. તો બીજી તરફ ફિલ્ડ લેવલે નિયમોનું પાલન કરાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
ફરજિયાત માસ્ક, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોનું પાલન થતું નથી અને એમાં પણ કોરોનાનું નવું નવું સ્વરૂપ સામે આવતા પરિસ્થિતિ વધુ વકરી રહી છે. વાયરસના એક વેરીએન્ટ સામે લડવાની તૈયારી બતાવીએ ત્યાં બીજું વેરીએન્ટ સામે આવી જાય છે. વાયરોલોજીસ્ટ શાહિદ જામીલ અને ટી. જેકોબ જોહને કહ્યું કે રસીકરણ બાદ લોકો એમ માની રહ્યા છે કે હવે કોરોના નહીં થાય પરંતુ આ વચ્ચે પણ પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય છે. રસી લીધા બાદ પણ નિયમોનું પાલન કરી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને કોરોનાને હરાવી શકીએ. નિષ્ણાંતોએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેરના આગામી 2 મહિના નક્કી કરશે કે હજુ ભારતમાં અને વિશ્વમાં કોરોનાની સ્થિતિ કેવી રહેશે.