કોરોનાની બીજી લહેર, પહેલી લહેર કરતા વધુ ઘાતકી સાબિત થઈ છે. બીજી લહેરમાં સંક્રમણને રોકવા માટે સરકારે લોકડાઉન, કર્ફયુ, અને રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. અમુક કેસો એવા જોવા મળે છે, જેના પરથી આપણે શીખવા મળે કે આ બીમારીને નાથવા માટે માનસિક રીતે સ્વસ્થ થવું અગત્યનું છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ છો તો, આ બીમારીને તમે આસાનીથી હરાવી શકશો.
રાજકોટમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 95 વર્ષના માજીને કોરોના હોવા છતાં પણ મોજમાં છે. માજી બેડ પર બેઠા બેઠા ગરબા કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ આ માજી કોરોનાને હરાવશે તે નક્કી છે. કોરોનાથી ગભરાઈ જતા લોકોએ આ 95 વર્ષના માજી પાસે શીખવા જેવું છે. 95 વર્ષના દાદીના ચહેરા પર ખુશીનો પાર નથી. 95 વર્ષની ઉંમરે પણ જબર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
તમે વિડિઓમાં જોય શકો છો કે, આટલી મોટી ઉંમરે હોસ્પિટલમાં હોવા છતાં પણ આ માજી કેવા મસ્ત રીતે ગરબા રમે છે. આ વિડિઓ બધા લોકોને આ મહામારી સામે લડવાની હિમ્મત આપે છે. જે લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે, તેના માટે આ માજી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.