ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગની ધોર બેદરકારી

જસદણ તાલુકાના સાણથલી ગામનો બનાવ: આરોગ્ય વિભાગની લોલમલોલ કામગીરીની રાવ કરવા જિલ્લા પંચાયતના શાસક નેતા અને સભ્ય કલેકટર પાસે દોડી ગયા

રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગની ધોર બેદરકારી સામે આવી છે. જેમાં જસદણના સાણથલી ગામે કોરોના પોઝિટીવ દર્દીને આરોગ્ય વિભાગે ઘરે રવાના કરી દીધા હતા. બાદમાં ઘરે દર્દીનું મૃત્યુ થયા બાદ આરોગ્ય વિભાગે પરિવારને પીપીપી કીટ આપીને હાથ ઉચા કરી દીધા હતા અને કહી દીધું હતું કે તમારી રીતે અંતમિ સંસ્કાર કરી લેજો, આ બનાવને પગલે જિલ્લા પંચાયતના શાશક નેતા વિનુભાઇ ધડુક અને  મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃતિના સમિતિના અઘ્યક્ષ હેતલબેન ગોહેલ જીલ્લા કલેકટર કચેરીએ દોડી ગયા હતા અને કલેકટરને રાવ કરી હતી.

જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના અઘ્યક્ષ હેતલબેન ગોહેલ દ્વારા કલેકટરને જણાવાયું હતું.

કોરોનાની મહામારીમાં જીલ્લા આરોગ્ય અધિકારીની કામગીરી ખુબ જ નબળી અને દિશાહીન છે. જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોરોનાગ્રસ્ત પેશન્ટનું યોગ્ય મોનિટરીંગ કરવામાં આવતું નથી.

તાજેતરમાં જસદણ તાલુકાના સાણથલી ગામનાં વલ્લભભાઇ ધડુકનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવા છતાં તેમજ તેમને સારવાર કરવાને બદલે કે રાજકોટ ખાતે કોવિડ સેન્ટરમાં રીફર કરવાને બદલે ઘરે જવા દેવામાં આવ્યા હતા તેમજ આ સમયગાળા દરમિયાન દર્દીનું મૃત્યુ થયેલ હતું. તદઉપરાંત સમયસર સારવાર તો ઠીક છે એના બદલે મૃત્યુ થયેલ દર્દીના સગાને આરોગ્ય વિભાગ દ્વારા એવું કહેવામાં આવેલ હતું કે તમોને પીપીપી કીટ આપીએ છીએ જેમાંની એક કીટ મૃતકને પહેરાવો અને બીજી કીટ વિધી તમે લોકો પહેરીને આમની અંતિમ વિધી કરી નાખો.

સરકાર તરફથી કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલીક સારવાર જોઇ તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સરકાર ડે.કલેકટર દ્વારા આપવામાં આવેલ સુચનાનો પણ અમલ કરતા નથી તેવું સાણથલી ગામના મૃતક પેશન્ટનાં કિસ્સામાં જણાઇ આવે છે.

જીલ્લા આરોગ્ય અધિકારી પોતાના તાબા હેઠળનાં અધિકારીઓને યોગ્ય ગાઇડ નથી કરી શકતા અથવા તો પોતે જીલ્લા આરોગ્ય અધિકારી તરીકે અસક્ષમ હોય તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.