કોરોનાએ આખી દુનિયામાં કાળોકેર વરસાવ્યો છે હાલમાં આ મહામારીથી બધા જ લોકો ત્રસ્ત છે, ખાસ તો નાના વેપારી અને વ્યાવસાયિક જેવા કે ઇલેક્ટ્રિસિયન, પ્લંબર, ધોબી, ગેરેજ અને પંચર રિપેરિંગ કરતાં કારીગરો હાલ સૌથી વધુ તેની ચપેટમાં છે.
કોરોનાએ લોકોની રોજગારી છીનવી લીધી છે અને ચાલુ ધધો જે વારસોથી તેઓ પરંપરાગત તેઓ કરતાં હતા તેના ઉપર સંકટ આવી ગયું છે, હાલ તેવા ધંધાદારી લોકો બેકાર બની ગયા છે અને બેકારીથી ત્રસ્ત છે, જે લોકો સ્વમાન અને આત્મનિર્ભરતાથી જીવે તે ન તો ગરીબ છે ન તો અમીર છે બંનેની વચ્ચે હાલમાં સૌથી વધુ પીસતો વર્ગ છે.
તેવો જ ધંધો કરતા ધોબીઓને ધોબી પછાડ આપીને કોરોનાએ તેમને આર્થિક પાયમાલી તરફ ધકેલી દીધાં છે,
હાલમાં લોકો પોતાના કપડાં ધોવાથી માંડીને ઇસ્ત્રી કરવાં સુધીના તમામ કામ પોતેજ કરે છે તેથી ધોબીનો પોતાનો આર્થિક વ્યવસાય ખતરામાં પડી ગયો છે, લોકોને વિશ્વાસ નથી આવતો કે કપડાંને ધોવા દેવા પરતું હાથેથી ધોવા અને તેમને ઇસ્ત્રી કરવાં પછી સેનેટાઇઝ કેમ કરવાં ?, અને શું તે કોરોના થી મુક્ત હશે તેવી ખાતરી કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે.
ધોબી પહેલા લોકોના ધરે-ધરે જતાં અને તેમના ધરથી લઈને કપડાં ધોવા અને ઇસ્ત્રી કરીને પાછા પહોચાડવા સુધીનું કામ હતું હાલમાં તે સાવ બંધ છે અને તેઓ હવે પોતાનો ધંધો બદલવા કે ક્યાંક નોકરી કરવાં પણ મજબૂર બની ગયા છે. તેથી હાલ તેઓને કોરોનાએ ધોબી પછાડ આપી દીધી છે.