કુદરતના નિયમો આપણે સમજી શકતા નથી અને એટલે અનેક કર્મોના બંધનોમાં પડીએ છીએ. કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે. બંન્નેના ફળ તો ભોગવવા જ પડે. એવું કદી નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય.અત્યંત નીચ પ્રકારના કર્મો કર્યા હશે અને પછી એ ધોવા માટે ગમે તેટલા સદકર્મો કરો અને રાજી થાવ કે હવે ચિંતા નહીં. ના આવું નથી તમારાં સદકર્મો નું ફળ તમને ચોક્કસ મળશે પણ ખરાબ કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે.

આ વાત અત્યારે એટલે કરું છું કે વર્તમાન આપણે સૌ અત્યંત દયનિય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના એ ચારે બાજુ કાળો કેર વર્તવ્યો છે. જાણે અજાણે આપણે કરેલા કર્મોની જ સજા કુદરત આપણને આપી રહી છે.

કેટલાક ઉદાહરણો

મલ્ટીપ્લેક્સ થિયેટરમાં તેનાં માલિકોએ નફાની હદ કરી દીધી હતી 20 રૂપિયાની પાણીની બોટલ 50માં, 100 ગ્રામ ધાણી-પોપકોર્નના નામે 400માં (બજારમાં આટલા રૂપિયામાં એક  મણ મકાઈ મળે છે) એ લોકો વેચતા હતા હાલ કુદરતનો ન્યાય જુઓ, કરોડોના થિયેટર ધુળ ખાય રહ્યા છે.

પાર્ટીપ્લોટ વાળા મો માંગ્યા રૂપિયા લેતાં હતા. હાલ ઈશ્વરનો ન્યાય જુઓ આ લોકો પાસે કોર્પોરેશનનો ટેક્સ ભરવાના પણ પૈસા નથી.કેટરીંગ વાળા, નફો વધારવા તેમને જેટલી લુચ્ચાઈ આવડતી હતી તે બધી વાપરી નાખતાં. પનીર ની સબ્જીમાં ડુબકી મારો ત્યારે બે ચાર પનીરના ટુકડા દેખાય,પનીર પણ મિલાવટ વાળું, અને ગ્રેવીની તો વાત જ છોડો. હાલ આ લોકોને પોતાના ઘરમાં શાક બનાવવાના સાંસા છે.મોટા મોટા મોલમાં એક શર્ટ 3000નું, એક પેન્ટ 4500 હજારનું, બાળકોના કપડાંમાં તો જાણે સોનાના દોરાની સિલાઈ કરી હોય તેવા ભાવ. હાલ આ લોકોની દશા ખુબ દયનિય છે વર્ષોથી લોકોને લૂંટયા તે વ્યાજ સહીત ભોગવી રહ્યા છે. બિલ્ડરો, જેને કેટલો નફો રાખવો તે કહેનાર જ કોઈ નહતું. આજે એમને ત્યાં પણ ચકલાં ઊડે છે.સમય આવે કુદરત સૌનો ન્યાય કરે છે. હજુ જે નથી સુધર્યા તેમનો પણ આજે નહીં તો કાલે નંબર આવવાનો જ છે. ભગવાનની લાઠીનો અવાજ નથી હોતો. કર્મ કોઈને છોડતું નથી .કોઈકે એકનો એક દીકરો ગુમાવી દીધો, કોઈકે માં કે બાપ ગુમાવી દીધા, કોઈનું આખું કુટુંબ હોમાય ગયું, કેટલાક કરોડો અબજોની સંપત્તિ વાપરવા ના રહ્યાં.કરેલા કર્મોની સજા આપી રહી છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.