કથાના આયોજન અંગે આગેવાનો સાથે ધારાસભ્યે બેઠક યોજી
રાજુલામાં સરકારની કોરોના ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે. પૂ. મોરારીબાપુની રામકથાનું આયોજન કરાશે તેમ ધારાસભ્ય અંબરીષ ડેરે જણાવ્યું હતુ.
તા 20 થી શરૂ થતી મોરારીબાપુની રામ કથાના અનુસંધાને કથા સ્થળ પર રાજુલા જાફરાબાદ ખાંભાના અઢારે અલમના આગેવાનો યુવાનો કાર્યકરો સેવાભાવી સંસ્થાઓના આગેવાનોની મિટિંગ મળી હતી. હોટલ દર્શન તેમજ સાકરીયા હનુમાનજીના મંદિર ની બાજુમાં કથા સ્થળે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.વિવિદ્ય સમાજના આગેવાનો દ્વારા કથા ને અનુલક્ષીને કઈ રીતે સારું આયોજન થઈ શકે તેવા વિચારો રજૂ કર્યા હતા. આ મિટિંગમાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (ની:શુલ્ક) રાજુલા તેમજ વૃદાવન મંદિર રામપરા ને અનુલક્ષીને આ બંને વિચારોને સાર્થક કરવા જહેમત ઉઠાવાય છે.
ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા સરકારની ગાઈન લાઈન મુજબ અને કોવીડ ના નિયમોનું ચુસ્ત પાલન કરીને કથાનું આયોજન કરવામાં આવશે અને સરકાર દ્વારા જે પણ સૂચનો આપવામાં આવશે તેનો અમલ કરવામાં આવશે તેવું ધારાસભ્ય દ્વારા આજની મિટિંગમાં જણાવ્યું હતુ.