7 શહેરોમાં 489 કેસ: એક્ટિવ કેસનો આંક 3879એ આંબ્યો: 140 દિવસ પછી 700થી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં 140 દિવસ બાદ એક જ દિવસમાં કોરોનાના નવા 140થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની અઘોષિત ચોથી લહેર શરૂ થઇ જવા પામી છે. છતા સરકાર વિકાસ યાત્રા સહિતના તાયફાઓ કરવામાં વ્યસ્ત છે. સંભવિત ચોથી લહેરમાં કોરોનાથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા નથી જે સૌથી મોટી રાહતની બાબત છે. હાલ રાજ્યમાં 3879 એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર એક જ દર્દી વેન્ટીલેટર પર છે. બાકી 3878 દર્દીઓની હાલત સ્થિર છે. સતત વધી રહેલા સંક્રમણના કારણે આગામી દિવસોમાં કેટલાક નિયંત્રણો વધુ આકરા બનાવવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

ગુજરાતમાં ગુરૂવારે 140 દિવસ બાદ કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા હતા. 717 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 309 કેસ, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 88 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 31 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 16 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસ નોંધાયો હતો. આ ઉપરાંત  સુરત જિલ્લામાા 28 કેસ, મહેસાણા જિલ્લામાં 25 કેસ, વલસાડ જિલ્લામાં 21 કેસ, ભરૂચ જિલ્લામાં 22 કેસ, પાટણ જિલ્લામાં 19 કેસ, નવસારી જિલ્લામાં 14 કેસ, મોરબી જિલ્લામાં 13 કેસ,  વડોદરા જિલ્લામાં 12 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 8 કેસ, કચ્છ જિલ્લામાં 8 કેસ, અમદાવાદ જિલ્લામાં 7 કેસ,  ભાવનગર જિલ્લામાં 7 કેસ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં  7 કેસ, રાજકોટ જિલ્લામાં પાંચ કેસ, સાંબરકાંઠા જિલ્લામાં 5 કેસ, અમરેલી જિલ્લામાં 4 કેસ, આણંદ જિલ્લામાં ચાર કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 કેસ,  જામનગર જિલ્લામાં 3 કેસ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં બે કેસ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અને તાપી જિલ્લામાં  એક એક કેસ  નોંધાયા હતા.રાજયમાં ગઈકાલે  562 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા હાલ  3879 એકિટવ કેસ છે જે પૈકી માત્ર 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ઘરમાં 3 કે તેથી વધુ કેસ હશે તો માઈક્રો ક્ધટેઈન્મેન્ટ જાહેર કરાશે

ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 717 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોના વાયરસના નવા 309 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવી અપીલ કરાઈ છે કે લોકો ફરજિયાત માસ્ક પહેરે તેમજ કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે એવું પણ જણાવાયું છે કે અમદાવાદમાં એક ઘરમાં કોરોના વાયરસના 3 કેસ નોંધાશે તો તે ઘરને માઈક્રો ક્ધટેઈન્મેન્ટ જાહેર કરાશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, શહેરમાં આજે કોરોનાના 309 જેટલા કેસો નોંધાયા છે કે જેમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા અને માસ્ક ફરિજયાત કરવાની સૂચના અપાઈ છે. તેમજ જે ઘરમાં 3 વ્યક્તિ કોરાના વાયરસથી સંક્રમિત થાય તે ઘરને માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવા સહિતના પગલા લેવા સૂચના આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.