દેશમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભ્યાનને વેગ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને રસી મળી રહે એ માટે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી DCGI (Drugs Controller General of India) દ્વારા 3 રસીઓને મંજૂરી આપવામાં આવી છે. હાલ પ્રાપ્ત થતા સમાચાર મુજબ દેશમાં DCGI દ્વારા સિપ્લા કંપનીની મોડર્ના વેકસીનને મંજૂરી આપવામાં આવી છે.

સિપ્લા કંપનીની મોડર્ના વેકસીનને અમેરિકામાં કટોકટીના ઉપયોગ માટે પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. મોડર્ના વેક્સિન કોવિડ સામે ફાઇઝર રસી જેટલી જ 90% અસરકારક હોવાનું કહેવાય છે. ફાર્મા કંપની જાયન્ટ ફાઈઝર-બાયોએન્ટેક તેમજ મોડર્ના દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના વિરોધી રસી લાંબો સમય સુધી અસરકારક રહી શકે તેમ હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

અન્ય રસીની સરખામણીએ મોડર્ના શા માટે વધુ કારગર

ફાઈઝર અને મોડર્ના રસી ખૂબ નીચા તાપમાને સાચવવી પડે છે. અન્યથા તે કારગર નીવડતી નથી, અને નિષ્ફળ સાબિત થાય છે. એટલું જ નહીં દર્દીઓમાં આડઅસર પણ ઊભી કરી શકે છે. આ રસીને 80 ℃ એ સાચવવી પડે છે. આ માટે સ્પેશ્યલ ફ્રીઝર કોલ્ડ સ્ટોરેજની જરૂર રહે છે. જેનો ખર્ચ નાના અને આર્થિક રીતે પછાત દેશો પરવડી શકે નહીં. આથી આ રસી હાલ માત્ર વિકસિત અને પૈસાવાળા દેશો છે. તેમની પાસે જ ઉપલબ્ધ છે. જેમ રસીના ડોઝ નીચા તાપમાને સંગ્રહાય તેમ તે રસિ વધુ અસરકારક નીવડે છે. અને નીચા તાપમાને સચવાયેલી આ રસી લીધા બાદ તેની આડઅસરની પણ શક્યતા નહિવત્ થઇ જાય છે. આથી જ હાલ ફાઇઝર અને મોડર્ના સૌથી વધુ સારી રસિ અને કોરોના સામે વધુ કારગર મનાઈ રહી છે.

મોડર્ના રસીનો એક ડોઝ પણ કોરોના સામે કાફી

હાલ સમગ્ર દેશમાં ઉપલબ્ધ રસીના ફરજીયાત બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. જે વચ્ચેનું અંતર અગાઉ 28 દિવસ હતું. જે બાદ માં વધારીને 3 મહિના સુધીનું કરી દેવાયું છે. ફાઈઝર, કો-વેક્સિન અને, કોવિશિલ્ડ રસીના કુલ 2 ડોઝ આપવા પડે. જયારે મોડર્ના રસીનો ફક્ત એક જ ડોઝ કોરોના સામે કાફી છે. આમ ભારતમાં આ રસી ઉપલબ્ધ થતા રસીનો થતો બગાડ અટકશે.

મોડર્ના રસી લાંબો સમય અસરકારક

વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈમ્યુનોલોજીસ્ટ અલી એલબદીએ જણાવ્યું હતું કે, ‘આ વેક્સિનથી વ્યક્તિની પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે.’ ડો.અલી અને તેમની ટીમે હાથ ધરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, ‘કોરોના મહામારીમાંથી સાજા નરવા થઈ ગયેલા લોકોમાં ઈમ્યુનના કોષો ઓછામાં ઓછા 8 મહિના સુધી બોનમેરોમાં સચવાયેલા જોવા મળ્યા છે.

બીજા એક અભ્યાસમાં એવું તારણ નિકળ્યું છે કે, ‘ચેપ લાગ્યા બાદ કહેવાતા મેમરી બીના કોષ ઓછામાં ઓછા એક વર્ષ સુધી શરીરમાં મજબૂત રહ્યાં હતા. આ તારણોના આધારે સંશોધકો અને વૈજ્ઞાનિકો એવું સુચવી રહ્યાં છે કે, ચેપ લાગ્યા બાદ વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વર્ષો સુધી રહી શકે છે. અથવા તો આજીવન રહી શકે છે. જો કે નિષ્ણાંતો એ બાબતે હજુ અસમંજસમાં છે કે, માત્ર વેક્સિનેશનના કારણે ઈમ્યુનિટી આટલો લાંબો સમય રહી શકે છે. અથવા તો કોઈ બીજુ કારણ છે એ હજુ સ્પષ્ટ કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.