અમદાવાદમાં ફેકચરનું ઓપેરશન કરનાર ડોકટર કોરોનામાં સંપડાતા કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સીમાં રહેતા જશુમતીબેન વિષ્ણુનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ: તેઓનાં સંપર્કમાં આવેલા અર્ચનાબેન અગ્રાવત પણ સંક્રમિત, કીટીપરા વિસ્તારમાં મહિલા બુટલેગર હસુબેન રાઠોડને પણ કોરોનાગ્રસ્ત
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ ૧૮મી માર્ચનાં રોજ રાજકોટમાંથી મળી આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કોરોનાનાં ૮૦ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં મોટાભાગનાં કેસ જંગલેશ્ર્વર વિસ્તારમાં હોવાનાં કારણે રાજકોટવાસીઓ પર મોટુ જોખમ ન હોવાનું અત્યાર સુધી મનાઈ રહ્યું હતું પરંતુ આજે જાણે શહેરમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેમ ૩ નવા વિસ્તારમાં કોરોનાનાં ૩ પોઝીટીવ કેસ મળી આવતા શહેરભરમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં ફેકચરનું ઓપરેશન કરાવનાર ડોકટરને કોરોના પોઝીટીવ આવતા શહેરનાં કાલાવડ રોડ પર કેવલમ સોસાયટીમાં રહેતા જશુમતીબેન વિષ્ણુનો રીપોર્ટ કરાવવામાં આવતા તે પણ સંક્રમિત હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે તો તેઓની સાથે સંપર્કમાં આવેલા અર્ચનાબેન અગ્રાવતનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે આટલું જ નહીં પોલીસ દ્વારા શહેરનાં કિટીપરા વિસ્તારમાંથી ગઈકાલે જે મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી તેનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવતા શહેરભરમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહિલા બુટલેગરનાં નજીકનાં સંપર્કમાં આવેલા પીએસઆઈ, સાત પોલીસમેન સહિત ૧૬ લોકોને ફેસેલીટી કવોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જયારે કેવલમ સોસાયટીમાં ૧૩૪ ઘરોમાં વસવાટ કરતા ૨૧૮ લોકોને કલસ્ટર કવોરોન્ટાઈન કરાયા છે. કિટીપરામાંથી પણ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા રાજીવનગર આવાસ યોજનાનાં ૩૫૩ જેટલા ઘરોને કલ્સટર કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
જેમાંથી અર્ચનાબેન અને જસુમતિબેન કે જેઓ અમદાવાદથી ૨૫મીએ રાજકોટ આવેલા હતા તેમના સંપર્કમાં આવેલા ૯ લોકોને સમરસ હોસ્ટેલ ખાતે કવોરેન્ટાઇન કરવામા આવ્યા છે. અને જસુમતિબેન કે જેઓ અમદાવાદમાં હાડકાંના ફ્રેકચરની સારવાર માટે દાખલ હતા ત્યાંના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવતા જસુમતિબેનનો રિપોર્ટ કરવામાં આવેલ તથા તેમના સંપર્કમાં આવેલ અર્ચનાબેનને લક્ષણો જણાતાં તેમનો પણ રિપોર્ટ કરવામાં આવેલ જે બંને નો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. અર્ચનાબેન અને જસુમતિબેન બંને કેવલમ રેસીડન્સી, કાલાવડ રોડ ખાતે રહે છે, કેવલમ રેસિડેન્સીના કુલ ૧૩૪ ઘરને ક્લ્સ્ટર ક્ધટેઇનમેન્ટ કરવામાં આવેલ છે. ત્રીજા દર્દી હસુબેન રાઠોડ કે જે એફ- બ્લોક, રાજીવ આવાસ યોજના, કીટીપરા ખાતે રહે છે, તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ તેમજ તેમના નજીકના સંપર્કમાં આવેલ ૧૬ વ્યક્તિઓને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવેલ છે, તેમજ આવાસ યોજનાના ૪૫૩ જેટલા ઘરને ક્લ્સ્ટર ક્ધટેઇનમેન્ટ કરવામાં આવેલ છે. આ સાથે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૩ થયેલ છે.અર્ચનાબેન કેવલમ રેસીડન્સી, કાલાવડ રોડ ખાતે રહે છે, જયારે જસુમતિબેન વિષ્ણુ કે જેઓ અર્ચનાબેનના નાનીજી છે, જેઓ ચિત્રકૂટ ધામ, અમીન માર્ગ ખાતે રહેઠાણ ધરાવે છે પરંતુ તેઓ અમદાવાદી રાજકોટ આવીને સીધા કેવલમ રેસીડેન્સી ખાતે અર્ચનાબેનને ત્યાં ગયા હતા. ચિત્રકૂટ ધામ, અમીન માર્ગ ખાતે તેઓ કોઈના સંપર્કમાં આવેલા ની.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન-૪માં વ્યાપક પ્રમાણમાં છુટછાટ અપાયા બાદ શહેરમાં છેલ્લા ૯ દિવસ દરમિયાન કોરોનાનાં માત્ર ૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા જે ક્ધટેન્મેન્ટ એરીયા જંગલેશ્ર્વરમાં હોવાનાં કારણે રાજકોટ સલામત હોવાનું અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું પરંતુ આજે જાણે શહેરમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ શહેરમાં નવા જ વિસ્તારોમાં કોરોનાનાં ૩ પોઝીટીવ કેસ મળી આવ્યા છે જેમાં વ્યકિત અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જયારે મહિલા બુટલેગર ટ્રાવેલ હિસ્ટ્રી કે અન્ય કોઈ કોરોના દર્દીનાં સંપર્કમાં આવી હોવાનું જાણવા મળતું નથી. શહેરમાં નવા જ વિસ્તારોમાં કોરોનાનાં પગપેસારાથી શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આરોગ્ય તંત્રમાં પણ ભારે દોડધામ મચી જવા પામી છે. આજે કેવલમ રેસીડેન્સી અને રાજીવ આવાસ યોજનામાં ૫૮૭ ઘરોને કલસ્ટર ક્ધટેન્મેન્ટ કરી દેવામાં આવ્યા છે. મહિલા બુટલેગરનાં સંપર્કમાં આવેલા ૧ પીએસઆઈ અને ૭ પોલીસમેનને કવોરોન્ટાઈન કરવાની ફરજ પડી છે. શહેરમાં ભયનું લખલખુ વ્યાપી જવા પામ્યું છે.
આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. જામવાડી વિસ્તારમાં ૧૮ વર્ષના યુવાનને રાજસની આવતા ટેસ્ટિંગમાં સેમ્પલ મેળવી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા જેનો આજ રોજ વહેલી સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કોટડાસાંગણીના નાનાવડીયા ગામે ૧૮ વર્ષની યુવતી પણ કોરોનાગ્રસ્ત જાહેર તા આરોગ્ય વિભાગની ૩ ટિમ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ક્લોઝ કોન્ટેકટ અને સેનીટાઇઝિંગનું કામ ચાલુ કર્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી ૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ કોરોનાગ્રસ્ત મળી કુલ જિલ્લાના ૧૦૩ કોરોનાના કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે એક સો પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ગામે વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ગઈ કાલે એક કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.
મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં ટંકારાના જયનગરના એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોગ્ય વિભાગે યુવકના સંપર્કમાં આવેલા ૫૪ લોકોને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં અગાઉ કોરોનાના ત્રણ કેસો નોંધાઇ ચુક્યા છે. આજે ચોો કેસ સામે આવ્યો છે. ગઈકાલે જે પુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં અમદાવાદી ટંકારાના જયનગરમા આવેલ ભાવેશભાઈ ભાગીયા ઉ.વ. ૩૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના ૫૨ સેમ્પલ નેગેટિવ આવેલ છે. અને એક સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ યેલ છે.વધુમા મોરબીના વાવડી રોડ પરના પોઝીટીવ વૃધ્ધાના તમામ ૪ ક્લોઝ કોન્ટેક્ટના રીપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. કોરોનાગ્રસ્ત યુવક અમદાવાદી તેમના પત્ની અને બે બાળકો સાથે ટંકારા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ અહીં આવીને બન્ને બાળકો જીવાપર ખાતે તેના મામાના ઘરે રોકાયા છે. હાલ આ પોઝિટિવ કેસ જાહેર તા આરોગ્ય વિભાગે ક્ધટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી નાખ્યો છે અને એસપી, ડે. કલેકટર , આરોગ્ય અધિકારી, ટીડીઓ સહિતના અધિકારિઓએ જયનગર પહોંચયા હતા. હાલ જયનગર ગામે મોરબી પાલિકાની ટીમે પહોંચીને સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે.
આ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૨૦ કોરોનાગ્રસ્ત જાહેર યા છે. વધુમાં બોટાદમાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. બોટાદમાં અત્યાર સુધી ૫૮ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે પોરબંદર અને અમરેલીમાં પણ કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થયો છે. પોરબંદરમાં અત્યાર સુધી કુલ ૮ અને અમરેલીમાં પણ ૮ કોરોનાગ્રસ્ત લોકો નોંધાયા છે. જ્યારે કચ્છમાં પણ ગઈ કાલે વધુ બે લોકો કોરોના વાયરસની ઝપટે ચડતા બન્નેનાં રિપોર્ટ કોરોનાગ્રસ્ત આવ્યા હતા. આ સાથે કચ્છમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૬૮ પર પહોંચ્યો છે.
શાપરમાં પોલીસ અને પત્રકાર પર હુમલાના ગુનામાં સંડોવાયેલો શખ્સ કોરોનાગ્રસ્ત
શાપરમાં વતન પરત જવા માટે ટોળાએ કરેલા પોલીસ અને પત્રકાર પર કરેલા હુમલામાં પોલીસે કુલ ૬૯ શખ્સોને ઝડપી પાડી તેમના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંી એક શખ્સને આજ રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. આજ રોજ ગ્રામ્યમાં એક સો ત્રણ કે કોરોનાગ્રસ્ત આવ્યા હતા જેમાં શાપરમાંથી ઝડપાયેલા હુમલાખોરોમાંથી એક શખ્સને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જ્યારે કિટીપરામાં દેશી દારૂનું વેચાણ કરતી મહિલા હસુબેન રાઠોડ બુટલેગરનો રિપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. દારૂ ખરીદનાર ગ્રાહકોની તપાસ પણ કરાશે ગઈકાલે જ રૂ.૨૮૦૦ ના દેશીદારૂના કેસમાં ઝડપાઇ મહિલા ઝડપાઇ હતી.પીએસઆઇ સહિત પાચને હોમ કોર્નટાઈન કરાવા માટે તાકીદ કરવામાં આવ્યા છે.
મુંબઈથી રાજકોટ ફલાઈટમાં આવેલા ૩૦ પેસેન્જરોને કરાયા કવોરેન્ટાઈન
બે મહિનાનાં લાંબા અંતરાળ બાદ આજથી રાજકોટમાં વિમાનની સેવા ફરીથી શરૂ થઈ છે.
આજે સવારે સ્પાઈસ જેટની ફલાઈટ ૭૫ પેસેન્જરોને લઈ રાજકોટ આવી હતી જે પૈકી ૩૦ પેસેન્જરોને શહેરમાં કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.ચોથા તબકકાનાં લોકડાઉનમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા આંતર જિલ્લા અને આંતર રાજયમાં પ્રવાસની મંજુરી આપવામાં આવતા સૌરાષ્ટ્રભરમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
મહિલા બુટલેગરનાં સંપર્કમાં આવેલા પીએસઆઈ, ૨ હેડ કોન્સ્ટેબલ અને ૫ કોન્સ્ટેબલ કવોરેન્ટાઈન
શહેરનાં કિટીપરા વિસ્તારમાંથી પોલીસ દ્વારા ગઈકાલે જ હસુબેન મુન્નાભાઈ રાઠોડ નામની મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. આજે આ મહિલા બુટલેગરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્યાસીઓનાં બીપી પણ વધી ગયા છે. મહિલા બુટલેગરનાં સંપર્કમાં આવેલા એક પીએસઆઈ, ૨ હેડ કોનસ્ટેબલ અને ૫ કોન્સ્ટેબલ સહિત કુલ ૮ પોલીસમેનને કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેણીનાં નજીકનાં સંપર્કમાં આવેલા ૧૬ વ્યકિતને ફેસેલીટી કવોરોન્ટાઈન કરાયા છે. મહિલા બુટલેગર પાસેથી દારૂની ખરીદી કરનાર પ્યાસીઓની ચિંતા પણ વધી જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસથી આ મહિલા કોરોનાથી પીડાઈ રહી હતી અને તેના સંપર્કમાં કેટલા લોકો આવ્યા હશે તે પણ એક જવાબ માંગી લેતો એક મોટો સવાલ છે. પોલીસ પકડે છે અને રીપોર્ટ કરવામાં આવે તો આરોપીનો રીપોર્ટ પોઝીટીવ આવે છે તેવું બે કેસમાં માલુમ પડયું છે. શાપરમાં પત્રકાર પર હુમલો કરનાર પરપ્રાંતિય શખ્સનાં કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે જયારે ગઈકાલે દારૂ વેચતા પકડાયેલી મહિલા બુટલેગરનો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવતા તંત્ર બેબાકળુ બની ગયું છે.