૬ કેદીઓ સહિત સ્ટાફના ૨ સભ્યો પોઝીટીવ: હવે તમામ ૨૮૯ કેદીઓનાં કરાશે રેપીડ ટેસ્ટ
ગાંધીધામ કચ્છમાં કોરોનાનો પગપેસારો ધીરે ધીરે વધારે જ વ્યાપક બન્યો છે અને હવે કોરોનાએ પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલમાં પણ પ્રવેશ્યો છે. અહીના છ કેદીઓ સહિત બે સ્ટાફસભ્યો આ મહામારીની ઝપટમા આવી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે પૂર્વ કચ્છ જિલ્લા ગળપાદર જેલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી મનુભા જાડેજાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ભચાઉમાં ૩૦રના એક તહોમતદાર કે જેઓ પોલીસ કસ્ટડીમાં હતા અને તેઓ પોઝીટીવ આવ્યા બાદ નેગેટીવ રીપોર્ટ આવ્યા પછી જેલ ખાતે મુકવામા આવ્યા હતા. અને તેઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યા છતા પણ જેલમા તેની તમામ પ્રકારની તકેદારીઓ રાખવામા આવી હતી પરંતુ તકેદારીના ભાગરૂપે જેલમાં ગત રોજ ર૯મી સપ્ટે.ના રોજ ૪ર જેટલા લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામા આવતા છ કેદીઓ અને બે સ્ટાફ સભ્યોના રીપોર્ટ પોજીટીવ આવવા પામ્યા છે. શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, છ કેદીઓમાં ભચાઉવાળા કેદીને એડમીનની વોરેન્ટમા સહી સહિતની કાગમીરી કરાવવાવાળા અન્ય સાથીઓ, તેને કીચનમાથી જમવાનુ પહોંચાડનારાઓ સહિતનાઓનો સમાવેશ થવા પામી રહ્યો છે. એમ કુલ્લ છ કેદીઓ અને એક સ્ટાફ મેમ્બર તથા તે સ્ટાફના ધર્મપત્ની મળીને કુલ્લ આઠ લોકો પોજીટીવ આવ્યા છે. છ સભ્યો જે પોેઝીટીવ આવ્યા છે તેઓ પેકીના એકને હરીઓમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મુકવામા આવ્યા છે જયારે અન્ય પાંચને લીલાશા કુટીયા ખાતે ઈન્સટીટયુશન કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે.
તો વળી સ્ટાફના બે સભ્યોને હેામકવોરેન્ટાઈન કરવામા આવ્યા છે. શ્રી જાડેજાએ કહ્યુ હતુ કે, તકેદારીના ભાગરૂપે તેઓ દ્વારા સમયાંતરે આખેઆખી જેલ સેનેટાઈજ કરવામા આવતી જ રહેતી હોય છે તો વળી હવે પછી જેલમા રહેલા ર૮૯ જેટલા કેદીઓના રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામા આવશે. શ્રી જાડેજાએ વધુમા એમ પણ જણાવ્યુ હતુ કે, તા.૧૭મી માર્ચથી લઈ અને ર૬મી સપ્ટેમ્બર સુધી અહી એક પણ કેદીનો પોઝીટીવ રીપોર્ટ આવવા પામ્યો જ ન હતો પરંતુ ભચાઉથી પોલીસ કસ્ટડીમાં રહેલા અને પાજિટીવ બાદ નેગેટીવ આવેલા એક કેદીના જેલ પ્રવેશ બાદ આ કેસો દેખાવવા પામ્યા છે. જો કે, આ તબક્કે તેઓએ ચોકકસાઈ અને તકેદારી ઓર વધારી દેવામા આવશે તેની ખાત્રી આપી અને કોરોના સંક્રમિત તમામે તમામ કેદીઓની સ્થીતી સ્થીર જ હોવાનુ જણાવ્યુ હતુ.