રાજયમાં નવા 380 કેસ નોંધાયા: શહેરી વિસ્તારોમાં સતત વધતુ સંક્રમણ ચિંતાનો વિકલ્પ
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઇ ગઇ છે. રાજયમાં કોરોના સંક્રમણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સતત વધી રહ્યું છે. એકિટવ કેસનો આંક 2098 એ પહોંચી ગયો છે. જો કે જેટલા કેસ નોંધાય છે તે પૈકી ખુબ જ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરુરીયાત રહે છે તે સૌથી મોટી રાહતની બાબત છે.
રાજયમાં શુક્રવારે કોરોનાના કેસમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે નવા 380 કેસ નોંધાયા હતા જેની સામે 209 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે અમદાવાદમાં નવા 155 કેસ, વડોદરા કોપોરેશનમાં 34 કેસ, સુરત કોર્પોરેશનમાં 59 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 7 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 9 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, અને જામનગર કોર્પોરેશનમાં નવા પાંચ કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત નવસારી જીલ્લામાં 16 કેસ, સુરત જિલ્લામાં 1પ કેસ, વલસાડ જીલલામાં 11 કેસ, બનાસકાંઠા અન ભરુચ જિલ્લામાં 7-7 કેસ, આણંદ, સુરેન્દ્રનગર અને વડોદરા જીલ્લામાં નવા 6 કેસ, અરવલ્લી અને કચ્છ જીલ્લામાં નવા 4-4કેસ, અમરેલી અને પોરબંદર જીલ્લામાં 3-3 કેસ, જયારે અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગર જીલ્લામાં બબ્બે કેસ નોંધાયા છે. ગીર સોમનાથ, જામનગર, ખેડા, મહેસાણા અને તાપી જીલ્લામાં નવો એક એક કેસ નોંધાયો છે.
રાજયમાં શુક્રવાર કોરોનાના નવા 380 કેસ નોંધાયા હતા જયારે 209 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજયમાં 2098 એકિટવ કેસ છે જે પૈકી માત્ર 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2095 દર્દીઓની હાલત સ્થીર છે.