500 બેડ વધારવાની જાહેરાત થઈ પણ વઘ્યા નહીં
કલેકટરે બેઠક યોજી: બેડ વધારવાના પ્રયાસો ચાલુ
જામનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસ દરમિયાન કોરોનાની વિસ્ફોટક સ્થિતિ થતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં 1 હજાર 450 બેડ ફૂલ થઈ જતા દર્દીઓની સ્થિતિ હવે રામભરોસે જેવી થઈ છે. કારણ કે, જામનગરમાં ખાનગી કોવિડ હોસ્પિટલને મોડે મોડે અપાયેલી મંજૂરી બાદ તે પણ હાલ ફૂલ થઈ ચૂકી છે.આજે ખુદ જામનગર જિલ્લા કલેકટરે જ જીજી હોસ્પિટલમાં કોવિડના દર્દી માટે જગ્યા ના હોવાનો સ્વીકાર કર્યો છે. પરંતુ, સવાલ એ છેકે, જામનગરમાં એક તરફ દરરોજ 300 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે તો પછી આગામી દિવસોમાં જે નવા કેસ આવશે તે દર્દીઓનું શું?
સરકારી કોવિડ હોસ્પિટલના 1450 બેડ ફૂલજામનગરની જીજી હોસ્પિટલ સંકુલમાં આવેલી સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ 1 હજાર 450 બેડની વ્યવસ્થા છે. છેલ્લા એક અઠવાડિયાથી જામનગર જિલ્લામાં દરરોજ 300 આસપાસ કેસ નોંધાતા આ તમામ બેડ ફૂલ થઈ ચૂક્યા છે.હાલ કોવિડ હોસ્પિટલમાં 1 હજાર 450 દર્દી સારવાર લઈ રહ્યા છે.અન્ય જિલ્લાના દર્દીના કારણે જીજી હોસ્પિટલ પર ભારણ વધ્યુંજામનગર જિલ્લામાં હાલ દરરોજ 300 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. તેમાંના મોટા ભાગના દર્દીઓ અહીંની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે.તો સાથે જામનગર આસપાસ મોરબી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં એક્ટિવ પેશન્ટની સંખ્યામાં અચાનક જ વધારો થયો છે.બેડ વધારાની જાહેરાત થઈ પણ વધ્યા નહીંજામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિ વિસ્ફોટક બનતા થોડા દિવસ પહેલા જ તંત્રની સમીક્ષા બેઠક યોજવામા આવી હતી. જેમાં જામનગરમાં 500 બેડનો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. જો કે, આ બેડ હજી સુધી વધી શક્યા નથી. કલેકટરના જણાવ્યા મુજબ જામનગર જિલ્લામાં હાલ બેડની સુવિધા વધારવાના પ્રયાસો ચાલુ છે.